2021 ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થયું. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર 2021માં અબજપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં 41.5 અબજ ડૉલર(3.09 લાખ કરોડ રૂપિયા) નો વધારો નોંધાયો છે. બીજા ક્રમે વિપ્રોના અઝીમ પ્રેમજી રહ્યા જેમની સંપત્તિમાં 15.8 અબજ ડૉલર એટલે કે 1.17 લાખ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો હતો.
જોકે ભારતની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં 2021માં કુલ 13 અબજ ડૉલર એટલે કે 96.6 હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો હતો. જોકે હજુ પણ મુકેશ અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ છે. અદાણીની કમાણીમાં તેમની લિસ્ટેડ કંપનીઓથી મળેલા શાનદાર રિટર્નનું યોગદાન છે. 2021માં અદાણી એન્ટરપ્રાઈઝિઝના શેરોમાં 245%, અદાણી ટ્રાન્સમિશનમાં 288%, અદાણી ટોટલ ગેસમાં 351%નો વધારો થયો હતો. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં લગભગ 19%નો વધારો નોંધાયો હતો.
દુનિયાના 500 સૌથી ધનિક લોકોમાં 20 ભારતીયોએ સ્થાન મેળવ્યું
500 ધનિક લોકોની યાદીમાં 20 ભારતીયો છે. તેમાં શિવ નાદર(45), રાધાકિશન દામાણી(63), લક્ષ્મી મિત્તલ(90), સાઈરસ પુનાવાલા(126), ઉદય કોટક(138), દિલીપ સંઘવી(142), સાવિત્રી જિંદલ(165), કુમાર મંગલમ બિરલા(186), સુનીલ મિત્તલ(195) મુખ્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.