• Gujarati News
  • Business
  • 20,000 Crore Investment In Private Smart Estate By 2023; The Country's First Self sufficient Greenfield Project In 25 Thousand Hectares Near Ahmedabad

બિઝનેસ:પ્રાઇવેટ સ્માર્ટ એસ્ટેટમાં 2023 સુધીમાં 20 હજાર કરોડનું રોકાણ આવશે; અમદાવાદ નજીક 25 હજાર હેક્ટરમાં દેશનો પ્રથમ આત્મનિર્ભર ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ

અમદાવાદ16 દિવસ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક

અમદાવાદે છેલ્લા બેથી ત્રણ દાયકામાં ઓટો, કેમિકલ્સ, ફાર્મા, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, એનર્જી તેમ જ ફૂડ પ્રોડક્ટમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. અમદાવાદ અને તેની આસપાસના ઉદ્યોગો હવે સ્માર્ટ બની રહ્યા છે ત્યારે આગામી ટૂંકા ગાળામાં દેશનો સૌપ્રથમ આત્મનિર્ભર ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અમદાવાદ નજીક સ્થપાઈ રહ્યો છે, જે કુલ 25 હજાર હેક્ટરમાં સ્માર્ટ એસ્ટેટ તરીકે આકાર પામશે. ત્યાર બાદ તબક્કાવાર વર્ષ 2030 સુધીમાં ફાર્મા, સોલાર, એન્જિનિયરિંગ, પેપર મિલ, ટેક્સટાઇલ, ફૂડ તથા સિરામિક પાર્ક શરૂ કરવામાં આવશે. આ ઔદ્યોગિક પાર્કમાં 2025 સુધીમાં ત્રણ લાખ કરોડથી વધુનું રોકાણ આવશે. જોકે 2030 સુધીમાં 10 લાખના રોકાણ સાથે 12 લાખ લોકોને સીધી રોજગારી મળી રહે તેવી સંભાવના છે. પહેલા તબક્કામાં 1 હજાર હેક્ટરમાં ખંભાતમાં કેમિકલ્સ પાર્કની સ્થાપના થઈ રહી છે. સૌથી મોટા પ્રાઇવેટ સ્માર્ટ એસ્ટેટમાં રૂ.20 હજાર કરોડના રોકાણ મુદ્દે ચાલુ વર્ષે સરકાર-વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે એમઓયુ સાઇન થયા છે. ખંભાતમાં શરૂ થનારા 1 હજાર હેક્ટરમાં કેમિકલ્સ પાર્કમાં અંદાજે 600થી વધુ ઇન્ડસ્ટ્રીઝ આવશે. વર્ષ 2023 સુધીમાં ઉદ્યોગો શરૂ થઈ જશે. અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આકાર લઈ રહેલો આ એસ્ટેટ ગુજરાતમાં પહેલો પ્રાઇવેટ ગ્રીન પાર્ક પ્રોજેક્ટ બનશે, એટલું જ નહીં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ટેક્નોલોજી, સોલાર વીજળીથી પાર્ક ચાલશે, સોલિડ વેસ્ટની પણ સુવિધાઓની સાથે સાથે 1 લાખથી વધુ લોકોને સીધી રોજગારી પૂરી પાડશે. ગુજરાતનું અર્થતંત્ર અંદાજે 20 લાખ કરોડનું છે, જેમાં 50 ટકાથી વધુ હિસ્સો ગુજરાતી ઉદ્યોગકારોનો છે.

અન્ય સમાચારો પણ છે...