ભારતીય કંપનીઓનો દબદબો:500 મૂલ્યવાન કંપનીમાં 20 ભારતીય, રિલાયન્સ મોખરે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટૉપ 500 કંપનીઓની વેલ્યૂ 1 વર્ષમાં 914 લાખ કરોડ ઘટી

વિશ્વની 500 સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં 20 ભારતીય કંપનીનો સમાવેશ થાય છે. આ 20 કંપનીમાં 16.64 લાખ કરોડની વેલ્યૂ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મોખરે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમગ્ર વિશ્વમાં 34મી સૌથી વેલ્યુએબલ કંપની માનવામાં આવે છે. જે 20 ભારતીય કંપનીઓનો સમાવેશ થયો છે તેમાં અદાણી ગ્રુપની ચાર કંપની - અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ સામેલ છે.

ગત વર્ષે હુરુન ગ્લોબલ 500ના લિસ્ટમાં ભારતની 8 કંપની સામેલ કરવામાં આવી હતી.શુક્રવારે આવેલી યાદી મુજબ એપલ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની છે. તેની વેલ્યૂ 197.74 લાખ કરોડ આંકવામાં આવી છે. 148.31 લાખ કરોડ રૂપિયાના વેલ્યુએશન સાથે માઇક્રોસોફ્ટ વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે.

હુરુન રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ગત વર્ષે દુનિયાની ટોપ 500 કંપનીઓની વેલ્યૂમાં 914.55 લાખ કરોડ રૂપિયાના ઘટાડો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...