ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર દેશભરમાંથી અનેક ટ્રેડરો જોડાઇ રહ્યાં છે જેનો લાભ નિકાસ વેપાર દ્વારા મળી રહ્યો છે. દેશમાંથી નિકાસો સતત વધી રહી છે તેની પાછળનું મુખ્ય કારણ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પણ રહ્યું છે. અમેઝોને એક્સપોર્ટ્સ ડાઇઝેસ્ટ 2022 રજૂ કર્યું અને ઉલ્લેખ કર્યો કે ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામ ઉપર ભારતીય નિકાસકારોની કુલ નિકાસ 5 અબજ યુએસ ડોલરને ટુંક સમયમાં ક્રોસ કરી જશે. એક અબજ ડોલર સક્ષમ કરવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો છે અને છેલ્લાં બે અબજ ડોલર સક્ષમ કરવામાં માત્ર 17 મહિનાનો સમય લાગ્યો છે. તમામ કદના વ્યવસાયો નિકાસ કરી રહ્યાં છે.
દેશભરમાંથી એક લાખથી વધુ નિકાસકારો સુધી તેની પહોંચ વિસ્તરી છે. યુએસએ, યુકે, યુએઇ, કેનેડા, મેક્સિકો, જર્મની, ઇટલી, ફ્રાન્સ, સ્પેન, નેધરલેન્ડ્સ, ટર્કી, બ્રાઝિલ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવાં દેશો સહિત 18 આંતરરાષ્ટ્રીય વેબસાઇટ્સ દ્વારા વિશ્વભરના ગ્રાહકો સમક્ષ આ પ્રોગ્રામ લાખો ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ્સ પ્રદર્શિત પણ કરે છે. વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી 20 અબજ યુએસ ડોલરની કુલ નિકાસો આંબી જશે તેવો અંદાજ છે.
MSME મંત્રી નારાયણ રાણેએ જણાવ્યું કે એમએસએમઇ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જૂ છે અને ભારતના જીડીપીમાં આશરે ત્રીજા ભાગનું યોગદાન આપે છે તથા દેશની કુલ નિકાસોમાં અડધો હિસ્સો ધરાવે છે. ભારતીય એમએસએમઇની નિકાસ ક્ષમતાઓને બળ આપવું સરકારની ટોચની પ્રાથમિકતા છે તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમની સફળતા માટે ભારતીય એમએસએમઇને સહયોગ કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. ભારતીય એમએસએમઇએ જાણ્યું છે કે ઇકોમર્સ વૈશ્વિક ગ્રાહકો સુધી પહોંચવાનું કેટલું સરળ બનાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.