• Gujarati News
  • Business
  • 1.88 Lakh Users Worldwide Complained, Earlier On May 18 Also The Technical Glitch Occurred.

ઇન્સ્ટાગ્રામ 2 કલાક ડાઉન રહ્યું:દુનિયાભરમાં 1.88 લાખ યુઝર્સે ફરિયાદ કરી, આ પહેલા 18 મેના રોજ પણ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ સોમવારે સવારે બે કલાકથી વધુ સમય માટે ડાઉન રહ્યું હતું. ઈન્સ્ટાગ્રામ સવારે 3:15 વાગ્યે ડાઉન થઈ ગયું હતું. વિશ્વભરના હજારો લોકોની એપમાં પોસ્ટ્સ દેખાવાનું બંધ થઈ ગયું હતું, જેના કારણે લોકોએ તેના વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું.

ડાઉન ડિટેક્ટર વેબસાઈટ અનુસાર સવારે 4:16 વાગ્યે સૌથી વધુ 1.88 લાખ લોકોની એપ્સ ડાઉન થઈ હતી. ઈન્સ્ટાગ્રામે સવારે 5:45 વાગ્યે ટ્વીટ કરીને માહિતી આપી કે ઈન્સ્ટાગ્રામ ટેક્નિકલ ખામીને કારણે ડાઉન થઈ ગયું હતું. ખામીને દુર કરવામાં આવી છે અને ઈન્સ્ટાગ્રામહવે ચાલી રહ્યું છે.

ઈન્સ્ટાગ્રામે સવારે 5:45 વાગ્યે ટ્વીટ કરીને માહિતી આપી કે ઈન્સ્ટાગ્રામ ટેક્નિકલ ખામીને કારણે ડાઉન થઈ ગયું હતું.
ઈન્સ્ટાગ્રામે સવારે 5:45 વાગ્યે ટ્વીટ કરીને માહિતી આપી કે ઈન્સ્ટાગ્રામ ટેક્નિકલ ખામીને કારણે ડાઉન થઈ ગયું હતું.

4 દિવસ પહેલા પણ સમસ્યા આવી હતી
ચાર દિવસમાં ઈન્સ્ટાગ્રામ ડાઉનનો આ બીજો કિસ્સો છે. આ પહેલા 18 મેના રોજ દુનિયાભરના ઘણા યુઝર્સે એપ ન ચાલતી હોવાની ફરિયાદ કરી હતી. જ્યારે, અગાઉ માર્ચમાં પણ યુઝર્સને ઇન્સ્ટાગ્રામ ઍક્સેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારતમાં ઇન્સ્ટાગ્રામના લગભગ 23 કરોડ યુઝર્સ છે.

ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ સોમવારે સવારે બે કલાકથી વધુ સમય માટે ડાઉન રહ્યું હતું.
ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ સોમવારે સવારે બે કલાકથી વધુ સમય માટે ડાઉન રહ્યું હતું.

ઇન્સ્ટાગ્રામની નવી એપ ટ્વિટરને ટક્કર આપશે
મેટાનું સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર સાથે સ્પર્ધા કરવા માટે નવી માઇક્રોબ્લોગિંગ ટેક્સ્ટ-આધારિત એપ્લિકેશન લાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર ઈન્સ્ટાગ્રામની આ નવી એપ જૂનના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની હાલમાં આ પ્રોજેક્ટનું પરીક્ષણ કરી રહી છે. ટેસ્ટિંગ માટે, કંપનીએ આ એપ છેલ્લા કેટલાક મહિનાઓથી સીક્રેટલી કેટલીક પસંદગીની સેલિબ્રિટીઝ, ઈન્ફ્લુએંસર્સ અને ક્રિએટર્સને આપી છે.