રિલાયન્સનો નેટ પ્રોફીટ 13.30% ઘટ્યો:ત્રીજા ક્વાર્ટરમાં રૂપિયા 17,806 કરોડ, એક વર્ષ અગાઉ રૂ. 20,539 કરોડ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ ડિસેમ્બર 2022 (Q3,FY-23)ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફીટ વાર્ષિક ધોરણે 13.30% ઘટીને રૂપિયા 17,806 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂપિયા 20,539 કરોડનો નેટ પ્રોફીટ નોંધાવ્યો હતો. તેમની કામગીરીમાંથી આવક વધીને રૂપિયા 220,592 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના રૂપિયા 191,271 કરોડ કરતાં 15.32% વધુ છે.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે 'તમામ સેગમેન્ટોએ વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિમાં ફાળો આપ્યો છે. તમામ વ્યવસાયોમાં અમારી ટીમે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે.' કંપનીએ જણાવ્યું હતું કે 'તેનો EBITDA વાર્ષિક ધોરણે 13.5% વધીને રૂપિયા 38,460 કરોડ ($4.6 બિલિયન) થયો છે. ડિજિટલ બિઝનેસમાં સબસ્ક્રાઇબર બેઝમાં વૃદ્ધિ, વપરાશ બાસ્કેટમાં વૃદ્ધિ અને અન્ય વ્યવસાયોના સારા પ્રદર્શને EBITDA વૃદ્ધિમાં ફાળો આપ્યો છે.'

Jioના નફામાં 28.3%નો વધારો
રિલાયન્સની ટેલિકોમ કંપની Jioના નફામાં 28.3%નો વધારો નોંધાયો છે. કંપનીનો નેટ પ્રોફીટ એક વર્ષ અગાઉ રૂપિયા 3,615 કરોડથી વધીને રૂપિયા 4,638 કરોડ થયો હતો. સપ્ટેમ્બર 2022ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરની તુલનામાં Q3FY23માં Jioનો નેટ પ્રોફીટ 2.65% વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફીટ રૂપિયા 4,518 કરોડ હતો. Jio સબ્સ્ક્રાઇબર્સ ભારતની સૌથી મોટી ટેલિકોમ કેરિયર છે.

આવક 19% વધીને રૂ. 22,998 કરોડ થઈ છે
તેની કામગીરીમાંથી આવક ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 19,502 કરોડની સરખામણીએ નાણાકીય વર્ષ 23ના ત્રીજા ક્વાર્ટરમાં લગભગ 19% વધીને રૂપિયા 22,998 કરોડ થઈ છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને 26.6% થયો છે, જે સપ્ટેમ્બરમાં 26.3% અને એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં 26.1% હતો. સપ્ટેમ્બરમાં નેટ પ્રોફીટ માર્જિન 17.1% પર આવ્યો હતો જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 26.1% હતો.

ગ્રાહકો વધીને 43.29 કરોડ થયા છે
ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા વધીને 43.29 કરોડ થઈ ગઈ છે. અગાઉના ક્વાર્ટરમાં એટલે કે (Q2, FY23)માં આ 42.76 કરોડ હતા. તે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં (Q3, FY22) 42.10 કરોડ હતો. અને ARPU અગાઉના ક્વાર્ટરની સરખામણીએ ક્વાર્ટરમાં રૂપિયા 177.2થી વધીને રૂપિયા 178.2 થયો હતો. એક વર્ષ પહેલા ARPU રૂપિયા 151.6 હતો.

અન્ય સમાચારો પણ છે...