તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેન્સેક્સ 58000 પાર:રિલાયન્સના ખાતામાં 15 લાખ કરોડ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિલાયન્સ 15 લાખ કરોડ Mcap ધરાવતી પહેલી કંપની, 8 મહિનામાં શેર 20% વધ્યા
  • રિલાયન્સના શેરના ભાવ 4.12%ના ઉછાળા સાથે ~2,388.25 પર બંધ
  • એક સપ્તાહમાં સેન્સેક્સમાં 2 હજાર, નિફ્ટીમાં 618 પોઇન્ટની મજબૂતી

શેરબજારમાં તેજીની આગેકૂચ જારી છે. શુક્રવારે સેન્સેક્સ 58 હજારને પાર થયો હતો. આ તેજીમાં સૌથી મોટી ભૂમિકા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રહી છે. શુક્રવારે રિલાયન્સના શેરના ભાવ 4.12%ના ઉછાળા સાથે 2,388.25 રૂપિયા પર બંધ થયા હતા.

આ સાથે રિલાયન્સ સમૂહની માર્કેટ કેપ 15,14,017,50 રૂપિયા થઈ ગઈ છે. આ ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવનાર રિલાયન્સ દેશની પ્રથમ કંપની બની છે. આ અગાઉ ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેર 4.38% ઉછળીને 2,394.30 રૂપિયાને આંબી ગયા હતા.

આ પહેલા 3 જૂને રિલાયન્સની માર્કેટ કેપ પહેલીવાર 14 લાખ કરોડને પાર થઈ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં રિલાયન્સના શેર 20.34% વધી ચૂક્યા છે. 31 ડિસેમ્બર, 2021ના રોજ કંપનીના શેરના ભાવ 1,984.65 રૂપિયા હતા.

સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે સેન્સેક્સમાં 277.41 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. આ સાથે સેન્સેક્સ 58,129.95ની લાઇફટાઇમ સપાટીએ બંધ થયો હતો. નિફ્ટી 89.45 પોઇન્ટ વધ્યો હતો. તથા 17,323.60ની રેકોર્ડ સપાટીએ બંધ થયો હતો.

માત્ર 8 મહિનામાં સેન્સેક્સમાં 10 હજાર પોઇન્ટનો ઉછાળો
સેન્સેક્સમાં ચાલુ વર્ષે 10,248.67 પોઇન્ટ એટલે કે 21.46% ટકાનો ઉછાળો આવ્યો છે. શુક્રવારે સેન્સેક્સ 58,129.95ના રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સને 50 હજારથી 58 હજારના સ્તરે પહોંચતા સાત મહિનાનો સમય લાગ્યો છે. બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓની વેલ્યુ 253 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે આંબી હતી. આગામી દિવસોમાં પણ આ વલણ જારી રહેવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...