વૈશ્વિક સ્તરે ભલે 2022નું વર્ષ ખરાબ રહ્યું હોય પરંતુ ભારતીય અર્થતંત્ર માટે પોઝિટીવ સાબીત થયું છે. દેશમાં વધતી માંગના ઘણા સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં કંપનીઓએ રોકાણમાં 36%નો વધારો કર્યો છે.
આ કારણે દેશમાં પ્રથમ છ મહિનામાં 87 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન થયું છે. CMIE અનુસાર, નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ 9 મહિનામાં એટલે કે એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે કંપનીઓએ સરેરાશ 15 લાખ કરોડ રૂપિયાના નવા રોકાણની જાહેરાત કરી હતી. તેની સરખામણીમાં નાણાકીય વર્ષ પ્રથમ 9 મહિનામાં કંપનીઓએ લગભગ 11 લાખ કરોડના નવા રોકાણની જાહેરાત કરી.
ડિસેમ્બર ક્વાર્ટરથી રોકાણ વધવાનું શરૂ થયું
બેન્ક ઓફ બરોડા રિસર્ચ અનુસાર માર્ચ 2022માં સૌથી વધુ રૂ. 8.6 લાખ કરોડનું કોર્પોરેટ રોકાણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ સતત બે ક્વાર્ટરમાં રોકાણમાં ઘટાડો થયો હતો. પરંતુ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તે વધીને 6.1 લાખ કરોડ થઈ ગયું. તેની સરખામણીમાં ઓક્ટોબર-ડિસેમ્બર 2021માં 4.2 લાખ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી.
એપ્રિલ-સપ્ટે.રમાં 35% વધુ નોકરીઓનું સર્જન થયું
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં એટલે કે એપ્રિલ-સપ્ટેમ્બર 2022માં 87.1 લાખ નવી કાયમી નોકરીઓનું સર્જન થયું છે. આ 2021ના સમાન સમયગાળામાં મળેલી કાયમી નોકરીઓ કરતાં 35% વધુ છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના અહેવાલના વિશ્લેષણથી માહિતી સામે આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.