હીરાનું હીર ઝાંખુ પડશે:હીરા ઇન્ડસ્ટ્રીઝની આવકમાં 15-20 ટકાનો ઘટાડો થવાની શક્યતા:ક્રિસિલ

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક સ્તરે જેમસ્ટોન (હીરા)ની સતત વધતી કિંમતો અને ઘટતી માંગને કારણે આ નાણાકીય વર્ષ દરમિયાન હીરા ઉદ્યોગની આવકમાં 15-20 ટકા ઘટાડો થવાની સંભાવના છે. ક્રિસિલ રેટિંગ્સના રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે રફ હીરાની વધતી કિંમતો અને ઘટતી માંગને કારણે આ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય હીરા ઉદ્યોગની આવક 15-20 ટકા ઘટીને 19-20 અબજ ડોલર રહેવાની શક્યતા છે.

ગત નાણાકીય વર્ષ દરમિયાન સર્વોચ્ચ આવક બાદ આ નાણાકીય વર્ષ દરમિયાન તેની આવકને ફટકો પડશે. રફ હીરાની વોલેટિલિટીથી પોલિશ્ડ ડાયમંડની કિંમતને અસર થાય છે પરંતુ ટ્રેડમાં લાંબી ઓપરેટિંગ સાયકલ વચ્ચે મંદ માંગને કારણે પોલિશ્ડ ડાયમંડની કિંમતમાં પણ વધુ ફેરફાર જોવા મળ્યો નથી. આ દરેક પરિબળોને પરિણામે આ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય હીરા પોલિશર્સની નફાકારકતા 75-100 બેસિસ પોઇન્ટથી ઘટીને 4-4.25 ટકા રહી શકે છે. તે ઉપરાંત ઇન્ટરેસ્ટ કવરેજ પણ ઘટે તેવી શક્યતા નકારી શકાય નહીં તેવું ક્રિસિલ રેટિંગ્સના અધિકારી સુબોધ રાયે જણાવ્યું હતું.

ભારતીય પોલિશ્ડ હિરાના સૌથી મોટા ગ્રાહક ગણાતા ચીનમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવતા અનેક શહેરોમાં લોકડાઉન લાગુ કરવાની નોબત આવી છે. તે ઉપરાંત ફુગાવો તેમજ ટ્રાવેલ અને હોસ્પિટાલિટી જેવા અન્ય એવેન્યુ ખુલવાને કારણે નજીકના સમયમાં યુએસ અને યુરોપના માર્કેટમાં માંગની વૃદ્વિને અસર થશે. બીજી તરફ, રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલા હુમલા બાદ US દ્વારા રશિયાની માઇનિંગ કંપની અલરોસા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે .

પોલિશ્ડ હીરાની નિકાસ 48% વધી
નાણાકીય વર્ષના બીજા છ માસિક ગાળા દરમિયાન તહેવારોની મોસમને કારણે અત્યારે રફ હીરાના જથ્થાને સ્ટોર કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષની તુલનાએ આ નાણાકીય વર્ષમાં પોલિશ્ડ હીરાની નિકાસ વાર્ષિક સ્તરે 48 ટકા વધી છે જ્યારે રફ હીરાની આયાત વધીને 74 ટકા પર પહોંચી છે જેમાંથી માત્ર છેલ્લા ક્વાર્ટર દરમિયાન જ 40 ટકા આયાત જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...