MSMEને રાહત:MSME ક્રેડિટ ગેરંટી સ્કીમથી 14 લાખ કંપની,1.5 કરોડ નોકરી બચી

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19 મહામારીની અસરગ્રસ્ત MSMEને રાહત આપવા માટે સરકાર દ્વારા 2020માં શરૂ કરવામાં આવેલી ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમએ 13.5 લાખ કંપનીઓને નાદારી થવાથી બચાવી છે તદ્ઉપરાંત 1.5 કરોડ રોજગારી બચી છે તેવો નિર્દેશ એક અહેવાલમાં કરવામાં આવ્યો છે.

વિવિધ ક્ષેત્રો,ખાસ કરીને MSMEsને ધિરાણ પુરૂ કરીને કોવિડ 19-પ્રેરિત લોકડાઉનને કારણે થતી તકલીફને ઘટાડવા માટે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા મે 2020 માં જાહેર કરાયેલ રૂ. 20-લાખ કરોડના આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજનો આ યોજના સૌથી મોટો નાણાકીય પગલું હતું. અમારો અંદાજ છે કે ECLGSને કારણે લગભગ 13.5 લાખ માઇક્રો,સ્મોલ એન્ડ મિડિયમ એન્ટર. એકાઉન્ટ્સ સલામત થયા છે. આવા એકાઉન્ટ્સમાંથી લગભગ 93.7 ટકા માઇક્રો અને સ્મોલ કેટેગરીમાં છે તેવો એસબીઆઇ રિસર્ચએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું.

ECLGSએ 6 કરોડ પરિવારોની આજીવિકા બચાવી છે. રાજ્યોમાં ગુજરાત સૌથી વધુ લાભાર્થી છે ત્યારબાદ મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ છે. સ્કીમ હેઠળ, 100 ટકા ગેરંટી કવરેજ નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની દ્વારા પાત્ર એમએસએમઇ અને રસ ધરાવતા માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી લોનધારકોને રૂ. 4.5 લાખ કરોડ વધારાના ભંડોળ માટે ફોર્મમાં આપવામાં આવે છે.

1.8 લાખ કરોડ MSME લોન NPAથી બચી
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સમયગાળા દરમિયાન રૂ. 1.8 લાખ કરોડના મૂલ્યના એમએસએમઇ લોન ખાતાઓને એનપીએમાં જવાથી બચાવી લેવામાં આવ્યા હતા અને આ બાકી રહેલી એમએસએમઇ ક્રેડિટના 14 ટકા જેટલી છે જે એનપીએ બનવાથી બચી છે. જો આ એકમો બિન-કાર્યક્ષમ બની ગયા હોત તો 1.5 કરોડ કામદારો બેરોજગાર બની ગયા હોત.

અન્ય સમાચારો પણ છે...