તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • 1.12 Lakh Crore From GST To The Exchequer In August, An Increase Of 30% Year on year

અર્થતંત્રમાં સુધારાના સંકેત મળ્યા:ઓગસ્ટમાં GSTમાંથી સરકારની તિજોરીમાં રૂપિયા 1.12 લાખ કરોડ આવ્યા, વાર્ષિક ધોરણે 30% જેટલી વૃદ્ધિ નોંધાઈ

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની અસરમાંથી બહાર આવી રહેલાં ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. ઓગસ્ટ મહિનામાં સરકારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી રૂપિયા 1,12,020 કરોડની આવક થઈ છે. જુલાઈ મહિનામાં GST મારફતે રૂપિયા 1.16 લાખ કરોડની આવક થઈ હતી.

GST કલેક્શન વાર્ષિક ધોરણે 30% વધ્યું
ઓગસ્ટ મહિનામાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 30 ટકા વધ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં GST કલેક્શન રૂપિયા 86,449 કરોડ થયું હતું. GST કલેક્શન પર કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરની અસર થઈ છે અને જૂન મહિનામાં GSTથી થતી આવક રૂપિયા 1 લાખ કરોડથી નીચે આવી ગઈ હતી. આ અગાઉ સતત 9 મહિના સુધી GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું હતું.

સેસથી સરકારને રૂપિયા 8,646 કરોડ મળ્યા
ઓગસ્ટમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST)કલેક્શન રૂપિયા 20,522 કરોડ રહ્યું છે. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST)રૂપિયા 26,605 કરોડ રહ્યું છે.

ડોમેસ્ટીક ટ્રાન્ઝેક્શનથી આવકથી આવક 27 ટકા વધારે રહી
ઓગસ્ટ 2021માં ડોમેસ્ટીક ટ્રાન્ઝેક્શનથી થતી આવક 27 ટકા વધારે રહી છે. નાણાકીય વર્ષ 2019-20ની તુલનામાં ઓગસ્ટ 2021માં GST કલેક્શન 14 ટકા વધાર છે. ઓગસ્ટ 2019માં GSTથી થતી આવક રૂપિયા 98,202 કરોડ હતી.
રાજ્ય પ્રમાણે GSTની વસૂલાતના આંકડા

બનાવટી બિલર્સ સામેની કાર્યવાહીની વ્યાપક અસર
નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસના સંક્રમણના કેસ ઓછા થયા બાદ GST કલેક્શન રૂપિયા 1 લાખ કરોડથી વધારે રહ્યું છે. કર વસૂલાત વધવાથી સ્પષ્ટ જાણી શકાય છે કે અર્થતંત્રમાં ઝડપભેર રિકવરી થઈ રહી છે. તેમના મતે GST કલેક્શન વધારવામાં કરચોરી પર અંકૂશ લગાવવા માટેની કામગીરી ખાસ કરીને બનાવટી બિલર્સ સામેની કાર્યવાહીની મહત્વની ભૂમિકા રહી.