કેન્દ્રનું વધુ એક રાહત પેકેજ:ભારતમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે 5 લાખ લોકોને ફ્રી ટૂરિસ્ટ વિઝા અપાશે, કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 6.28 લાખ કરોડની જાહેરાત
- બાળકોને લગતા હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા રૂ. 23220 કરોડ
- કોરોનાપ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડની ગેરંટેડ સ્કીમ
- ટ્રાવેલ એજન્સીને 10 લાખ, ગાઈડને 1 લાખ સુધીની લોન
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કોવિડથી અસરગ્રસ્ત અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે ઘણી આર્થિક જાહેરાતો કરી છે. તેમાં ઘણી નવી યોજનાઓ સામેલ છે. જ્યારે કેટલીક જુની યોજનાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. નવા આર્થિક પેકેજમાં કોવિડથી પ્રભાવિત સેક્ટર્સ માટે નવી જાહેરાતો કરવામાં આવી છે. ભારતમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે 5 લાખ લોકોને ફ્રી ટૂરિસ્ટ વિઝા પણ અપાશે. નાણાં મંત્રીએ કુલ 6,28,993 કરોડ રૂપિયાની આર્થિક રાહતની જાહેરાત કરી છે. ચાલો જાણીએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કઈ-કઈ જાહેરાતો કરી છે...
નાણામંત્રીની જાહેરાત...
1- ઈકોનોમિક રિલીફ
- કોવિડથી પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની લોન ગેરન્ટી સ્કીમ.
- હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયા.
- અન્ય સેક્ટર્સ માટે 60 હજાર કરોડ રૂપિયા.
- હેલ્થ સેક્ટર માટે લીધેલી લોન પર 7.95 ટકાથી વધુ વાર્ષિક વ્યાજ નહિ હોય.
- અન્ય સેક્ટર્સ માટે વ્યાજ 8.25 ટકાથી વધુ નહિ હોય.
2-ECLGS
- ECLGSમાં 1.5 લાખ કરોડ રૂપિયા વધુ આપવામાં આવશે.
- ECLGS 1.0, 2.0, 3.0માં અત્યારસુધીમાં 2.69 લાખ કરોડ રૂપિયાનું વિતરણ.
- સૌથી પહેલા આ સ્કીમમાં 3 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી.
- હવે આ સ્કીમની કુલ સીમા 4.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
- અત્યારસુધીમાં સામેલ કરવામાં આવેલાં તમામ સેક્ટર્સને એનો લાભ મળશે.
3-ક્રેડિટ ગેરન્ટી સ્કીમ
- નાના કારોબારી-ઈન્ડિવિઝ્યુઅલ એનબીએફસી, માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુટમાંથી 1.25 લાખ સુધીની લોન લઈ શકશે.
- તેની પર બેન્કના MCLR પર અધિકતમ 2 ટકા જોડીને વ્યાજ લઈ શકાશે.
- આ લોનનો ગાળો 3 વર્ષ હશે અને સરકાર ગેરન્ટી આપશે.
- તેનો મુખ્ય હેતુ એક લોનનું વિતરણ કરવાનો છે.
- 89 દિવસના ડિફોલ્ટર સહિત તમામ પ્રકારના બોરોઅર આ માટે સક્ષમ ગણાશે.
- આ સ્કીમનો લાભ લગભગ 25 લાખ લોકોને મળશે.
- લગભગ 7500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે. 31 માર્ચ 2022 સુધી તેનો લાભ મળશે.
4- 11 રજિસ્ટર્ડ ટૂરિસ્ટ ગાઇડ/ ટ્રાવેલ ટૂરિઝમ સ્ટેકહોલ્ડર્સને આર્થિક સહાય
- કોવિડથી પ્રભાવિત રજિસ્ટર્ડ ટૂરિસ્ટ ગાઇડ અને ટ્રાવેલ ટૂરિઝમ સ્ટેકહોલ્ડર્સને આર્થિક સહાય કરાશે.
- જેમા લાઇસન્સ ટૂરિસ્ટ ગાઇડને 1 લાખ રૂપિયા અને ટૂરિસ્ટ એજન્સીને 10 લાખ રૂપિયાની લોન અપાશે.
- આ લોનને 100% ગેરંટી આપવામાં આવશે. આના પર કોઈ પ્રોસેસિંગ ચાર્જ નહીં હોય.
5- પહેલા 5 લાખ વિદેશી ટૂરિસ્ટ વીઝા ફ્રી જાહેર કરાશે
- આ સ્કીમ 31 માર્ચ 2022 સુધી લાગૂ રહેશે
- આ સ્કીમ અંતર્ગત 100 કરોડ રૂપિયાની નાણાકિય સહાયતા મળશે
- એક ટૂરિસ્ટને માત્ર એકવાર જ આ સ્કીમનો લાભ મળશે
- વિદેશી ટૂરિસ્ટને વીઝાની અનુમતિ મળતાની સાથે જ આ સ્કીમનો લાભ મળશે
- 2019માં લગભગ 1.93 કરોડ વિદેશી ટૂરિસ્ટ ભારત આવ્યા હતા
6- આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનો વિસ્તાર
- આ યોજના ગત વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરાઈ હતી
- હવે આ સ્કીમને વધારીને 31 માર્ચ 2022 સુધી કરાશે
- આ સ્કીમ અંતર્ગત લગભગ 21.42 લાખ લાભાર્થિઓ માટે 902 કરોડ રૂપિયા ખર્ચ કરાઈ ચૂક્યા છે.
- આ સ્કીમમાં સરકાર 15 હજારથી ઓછા વેતનવાળા કર્મચારીઓ અને કંપનિઓના PFની ચુકવણી કરે છે.
- સરકારે આ સ્કીમમાં 22,810 કરોડ રૂપિયા ખર્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે જેનાથી લગભગ 58.50 લાખ લોકોને લાભ મળશે.
- સરકારી કર્મચારી-કંપનીના 12%-12% PFની ચૂકવણી કરે છે.
7- કૃષિ સાથે જોડાયેલી સબસિડી
- ખેડૂતો માટે 14775 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવામાં આવી છે. તેમાં 9125 કરોડ રૂપિયાની સબસિડી ડીએપી પર આપવામાં આવી છે.
- 5650 કરોડ રૂપિયાની સબસિડી એનપીકે પર આપવામાં આવી છે.
- રબી સિઝન 2020-21માં 432.48 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે.
- અત્યાર સુધીમાં ખેડૂતોને 85413 કરોડ રૂપિયા સીધા આપવામાં આવ્યા છે.
8- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
- કોવિડથી પ્રભાવિત ગરીબોને મદદ કરવા માટે 26 માર્ચ 2020ના રોજ આ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી.
- શરૂઆતમાં આ સ્કીમનો લાભ એપ્રિલથી જૂન 2020 દરમિયાન મળ્યો હતો.
- પછીથી તેને વધારીને નવેમ્બર 2020 સુધી લાગુ કરી દેવામાં આવી હતી.
- 2020-21માં આ સ્કીમ પર 1,33,972 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
- મે 2021માં આ સ્કીમનેે ફરીથી લોન્ચ કરવામાં આવી.
- આ સ્કીમ અંતર્ગત લગભગ 80 કરોડ લોકોને 5 કિલો અનાજ નવેમ્બર 2021 સુધી મફત આપવામાં આવશે.
- આ સ્કીમ પર આ વર્ષે લગભગ 93869 કરોડ રૂપિયા ખર્ચ થશે.
- ગત વર્ષ અને આ વર્ષને મેળવીને આ સ્કીમ પર લગભગ 2,27,841 કરોડ રૂપિયા ખર્ચાશે.
- કૃષિ સંબંધી સબસિડી અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જુની યોજના છે.
નાણાં મંત્રીની અન્ય જાહેરાતો
23220 કરોડ રૂપિયા પબ્લિક હેલ્થ માટે
- આ પૈસા બાળકો સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સેવાઓ પર ખર્ચ કરવામાં આવશે.
- આ પૈસાથી આઈસીયુ બેડ, વેન્ટિલેટર બેડ, એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ વધારવામાં આવશે.
- કેન્દ્રીય, જિલ્લા અને સબ-જિલ્લા સ્તર પર ઓક્સિજનની ઉપલબ્ધતાઓ વધારવામાં આવશે.
- ટેસ્ટિંગ કેપેસિટી, સપ્રોર્ટિવ ડાયગ્નોસ્ટિક અને ટેલીકન્સલ્ટેશન જેવી સુવિધાઓ વધારવામાં આવશે.
- 31 માર્ચ 2022 સુધી આ પૈસા ખર્ચવામાં આવશે.
- આ સ્કીમમાં ગત વર્ષે 15 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
કુપોષણ- ખેડૂતોની આવક
- કુપોષણથી મુક્તિ અને ખેડૂતોની આવક વધારવાના ઉપાયો ચાલુ છે.
- તેના માટે ખાસ ગુણો અને પોષક તત્વો વાળી ખેતીની તૈયારી કરવામાં આવી રહી છે.
- આઈસીએઆરે બાયો ફોર્ટિફાઈડ બ્રીડ તૈયાર કરી છે.
- અલગ-અલગ રીતે અનાજની 21 વેરાઈટી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નોર્થ ઈસ્ટ રીજનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ કોર્પોરેશન
- નોર્થ ઈસ્ટના ખેડૂતોની મદદ માટે 1982માં આ સંગઠનની રચના કરવામાં આવી હતી.
- 75 ખેડૂત સંગઠન આ સંગઠન સાથે જોડાયેલા છે.
- આ સંગઠન ખેડૂતોને એજન્ટની સરખામણીમાં 10-15 ટકા વધુ કિંમત ઉપલબ્ધ કરાવે છે.
- આ સંગઠનના રિવાઈવલ માટે 77.45 કરોડ રૂપિયાનું પેકેજે આપવામાં આવશે.
નિકાસને પ્રોત્સાહન
- નિકાસને પ્રોત્સાહન આપવા માટે 88 હજાર કરોડ રૂપિયાનું એક્સપોર્ટ ઈન્શ્યોરન્સ કવર.
- આ સેવા એક્સપોર્ટ ગેરન્ટી કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે.
- દેશના લગભગ 30 ટકા નિકાસકારોને તેનો લાભ મળે છે.
ડિજિટલ ઈન્ડિયા
- ભારતનેટ બ્રોડબેન્ક સ્કીમ અંતર્ગત પ્રત્યેક ગામ સુધી ઈન્ટરનેટ પહોંચાડવા માટે 19041 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
- આ સ્કીમનું લક્ષ્ય દેશના તમામ ગામ સુધી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડવાનુ છે.
- 31 મે 2021 સુધી 2.50 લાખ ગ્રામ પંચાયતોમાંથી 1,56,223 ગામો સુધી બ્રોડબેન્ડ પહોંચાડવામાં આવ્યું છે.
- 61,109 કરોડ રૂપિયામાંથી અત્યાર સુધી 42068 કરોડ રૂપિયાની જાહેરાત 2017માં કરવામાં આવી હતી.
મોટા ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ માટે પીઆઈએલ સ્કીમ
- આ સ્કીમમાં 6માંથી 4 ટકા સુધી ઈન્સેન્ટીવ આપવામાં આવે છે.
- આ સ્કીમ માટે 1 ઓગસ્ટ 2020થી અરજીઓ મંગાવાઈ રહી છે.
- આ સ્કીમ પાંચ વર્ષ માટે લાગુ હોય છે.
- હવે આ સ્કીમમાં લાભની સમય મર્યાદા 1 વર્ષથી વધારીને 2025-26 કરવામાં આવી છે.
- હવે સરકારે આ સ્કીમમાં પાંચ વર્ષનો સમય પસંદ કરવાની છુટ આપી છે.
વિજળી સેક્ટરમાં સુધારા માટે 3.03 લાખ કરોડ
- આ પૈસાથી વીજળી વિતરણ કરનારી કંપનીઓ, વીજળી વિતરણ સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો કરવામાં આવશે.
- સ્કીમ અંતર્ગત 25 કરોડ સ્માર્ટ મીટર, 10 હજાર ફીડર અને 4 લાખ કિલોમીટર એલટી ઓવરહેડ લાઈન લગાવવામાં આવશે.
- આઈપીડીએસ, ડીડીયૂજીજેવાઈ અને સૌભાગ્ય સ્કીમનું મર્જર કરવામાં આવી રહ્યું છે.
- આ સ્કીમમાં કેન્દ્રની ભાગીદારી 97631 કરોડ રૂપિયા હશે. બાકીની રકમ રાજ્યો તરફથી ખર્ચવામાં આવશે.
- રાજ્યોને પહેલા જ વીજળી વિતરણ માટે લોન લેવાની સુવિધા આપી છે.
પીપીપી પ્રોજેક્ટ્સ એન્ડ એસેટ મોનેટાઈઝેશન
- પીપીપી પ્રોજેક્ટ્સ એન્ડ એસેટ મોનેટાઈઝેશન માટે નવી પોલીસી લાવવામાં આવશે.
- તેનાથી પીપીપી પ્રોજેક્ટ્સના ક્લીયરન્સમાં તેજી આવશે.
- InVIT જેવી રીતોથી એસેટ્સ મોનેટાઈઝેશનમાં તેજી લાવવામાં આવશે.
- હાલની પ્રક્રિયા ઘણી લાંબી છે અને તેના માટે ઘણા સ્તરે મંજૂરી લેવાની હોય છે.
પીએફમાં સરકાર યોગદાન આપશે
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ 1000 સુધીના કર્મચારીઓ ધરાવતી કંપનીના માલિક અને કર્મચારીઓનું પીએફ સરકાર ચૂકવશે. જ્યારે 1000થી વધુ કર્મચારી ધરાવતી કંપનીમાં કર્મચારીનો 12% સુધીનો હિસ્સો સરકાર ભોગવશે.
નાના વેપારીઓને સવા લાખની લોન
- ક્રેડિટ ગેરંટી સ્કીમમાં નાના વેપારીને 1.25 લાખ સુધીની લોન
- આત્મનિર્ભર ભારત રોજગાર યોજના 31 માર્ચ 2022 સુધી
- ખેડૂતોને 14775 કરોડની વધારાની સબસિડી
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર 2021 સુધી
- ગામમાં બ્રોડબેન્ડ માટે 19041 કરોડ.
- ગયા વર્ષે મે મહિનામાં 20 લાખ કરોડનું પેકેજ જાહેર થયું હતું