તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • 11 IPOs Worth Over Rs 18,000 Crore In July, Premium Boom In Primary Market Investors

IPO માર્કેટ:જુલાઈમાં 18000 કરોડથી વધુના 11 IPO, પ્રિમિયમની બોલબાલાથી પ્રાઇમરી માર્કેટના રોકાણકારો ગેલમાં

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2500 કરોડના બે IPO આજે, ક્લિન સાયન્સમાં 490, GR ઈન્ફ્રામાં 410નું પ્રિમિયમ

સેકન્ડરી માર્કેટની સાથે સાથે પ્રાઇમરી માર્કેટના રોકાણકારો પણ ખણખણીયા કમાઇ રહ્યા છે. જૂનમાં લિસ્ટેડ તમામ 5 આઇપીઓમાં પ્રોત્સાહક પ્રતિસાદ અને રોકાણકારોને કમાણી થઇ હતી. તેને ધ્યાનમાં રાખીને જુલાઈમાં અંદાજિત રૂ. 18309 કરોડની કિંમતના 11 આઈપીઓ યોજાય તેવી શક્યતા છે.

પ્રાઇમરી માર્કેટના રોકાણકારો સામાન્ય રીતે ખાનગીમાં બોલાતાં પ્રિમિયમ અને સબ્જેક્ટ ટૂ પ્રિમિયમના આધારે અરજી કરતાં હોય છે. તેના આધારે ગ્રે માર્કેટમાં પણ ઉંચા પ્રિમિયમની બોલબાલા વધી છે. આજે ખુલી રહેલા ક્લિન સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં રૂ. 490 અને જીઆર ઈન્ફ્રા પ્રોજેક્ટ્સમાં રૂ. 425 આસપાસનું પ્રિમિયમ બોલાઇ રહ્યું હોવાનું પ્રાઇમરી માર્કેટ પંડિતો જણાવી રહ્યા છે. જોકે, સત્તાવાર સમર્થન નહિં હોવાના કારણે નિષ્ણાતો એવી પણ સલાહ આપી રહ્યા છે કે, રોકાણકારોએ ફન્ડામેન્ટલ્સ, ફેન્સી ચકાસીને જ આઇપીઓમાં અરજી કરવી.

છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા મોટાભાગના આઈપીઓમાં 3થી 5 ગણા સબ્સક્રિપ્શન સાથે રોકાણ કરતાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. જેના પગલે શાણા રોકાણકારોએ ગ્રે માર્કેટમાંથી શેર્સની ખરીદી વધારી છે. પરિણામે ગ્રે માર્કેટમાં ઉપલબ્ધ શેર્સમાં રૂ. 15થી માંડી 1000થી 5000 સુધીના પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્કમાં રૂ. 260-285 આસપાસ પ્રિમિયમ મૂકાય છે. ઝોમેટોમાં અંદાજિત ઈશ્યૂ પ્રાઈસ રૂ. 70-72 સામે ગ્રે માર્કેટમાં 23 ટકા એટલેકે રૂ. 17 આસપાસ પ્રિમિયમ બોલાઈ રહ્યુ છે. હાલમાં જ લિસ્ટેડ ઈન્ડિયા પેસ્ટિસાઈડ્સમાં પણ આઈપીઓ પહેલાં રૂ. 50થી 60નુ પ્રિમિયમ ગ્રે માર્કેટમાં જોવા મળ્યુ હતું.

ઈન્ડિયા પેસ્ટિસાઈડ્સ 22 ટકા પ્રિમિયમે લિસ્ટેડ : ઈન્ડિયા પેસ્ટિસાઈડ્સનો 800 કરોડનો ઈશ્યૂ પ્રાઈસ 296 સામે 21.62 ટકા પ્રિમિયમ સાથે 360ના ભાવે લિસ્ટેડ થયો હતો. જો કે, બીજા દિવસે તેમાં 15.42 ટકા રિટર્ન જોવા મળ્યુ છે. હાલ તે રૂ. 341.65 પર બંધ છે.

જુલાઈમાં યોજાવા જઈ રહેલા આઈપીઓની યાદી

આરોહણ ફાઈનાન્સિયલ (રૂ.1800 કરોડ), સેવન આઈલેન્ડ શિપિંગ (રૂ. 600 કરોડ), ગ્લેનમાર્ક લાઈફસાયન્સ (રૂ.1200 કરોડ), ફિનકેર સ્મોલ ફાઈ. બેન્ક (રૂ. 1350 કરોડ), ઝોમેટો (રૂ. 8250 કરોડ), રોલેક્સ ઓટો (રૂ. 600 કરોડ), શ્રીરામ પ્રોપર્ટીઝ (રૂ. 800 કરોડ), વિનલેન્ડ્સ બાયોટેક (રૂ. 600 કરોડ), તત્વચિંતન ફાર્માસ્યુટિકલ્સ (રૂ. 600 કરોડ).

પેટીએમ 16600 કરોડના આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કરશે : પેટીએમ રૂ. 16600 કરોડના આઈપીઓ માટે સેબી સમક્ષ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ ડ્રાફ્ટ ફાઈલ કરશે. પેટીએમનુ ગ્રે માર્કેટ પ્રિમિયમ 16000થી વધી રૂ. 21,000 સુધી પહોંચ્યુ હતું. પરંતુ શેરનું 10 શેર્સમાં સ્પ્લિટ થતાં પ્રિમિયમ 2400 આસપાસ બોલાઈ રહ્યું છે. આ સિવાય ઝોમેટો, નાયકા, પોલિસી બાઝાર સહિતના સ્ટાર્ટઅપ્સ આ વર્ષના અંત સુધીમાં લિસ્ટિંગ કરાવવાની યોજના ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...