ડિજીટલ પેમેન્ટ:યુપીઆઇથી ઓગસ્ટ મહિનામાં રૂ.10.73 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રેડિટકાર્ડ મારફતે ખર્ચ પણ વધીને રૂ. 32,383 કરોડ નોંધાયો

કોવિડ મહામારી બાદ હવે દેશમાં આર્થિક ગતિવિધિમાં રિકવરી જોવા મળી રહી છે. કોવિડ બાદ ક્રેડિટ કાર્ડના વપરાશ તેમજ UPI પેમેન્ટ્સના વધતા ટ્રેન્ડથી વપરાશમાં પણ વધારાના સંકેતો મળી રહ્યા છે. RBIના માસિક ડેટા અનુસાર, ઓગસ્ટ દરમિયાન UPIથી રૂ. 10.73 લાખ કરોડની નાણાકીય લેવડદેવડ કરવામાં આવી છે જે એપ્રિલ 2022 દરમિયાન રૂ. 9.83 લાખ કરોડ નોંધાઇ હતી.

તે ઉપરાંત પોઇન્ટ ઓફ સેલ ટર્મિનલ મારફતે ક્રેડિટ કાર્ડ ખર્ચ એપ્રિલના રૂ. 29,988 કરોડથી વધીને ઓગસ્ટમાં રૂ. 32,383 કરોડ રહ્યો હતો. ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ક્રેડિટ કાર્ડ ખર્ચ એપ્રિલના રૂ. 51,375 કરોડથી વધીને ઓગસ્ટમાં રૂ. 55,264 કરોડ રહ્યો છે.

SBI કાર્ડના એમડી અને સીઇઓ રામ મોહન રાઓ અનુસાર, નાણાકીય વર્ષ 2017 થી 2022 વચ્ચે ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ વાર્ષિક 16 ટકાના CAGRથી વધ્યું છે. ક્રેડિટ કાર્ડના વપરાશને કારણે તેની મારફતે ખર્ચમાં પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક મહિના દરમિયાન ક્રેડિટ કાર્ડથી ખર્ચ રૂ. 1 લાખ કરોડના આંકડાને પાર કર્યો છે, જે મજબૂત વપરાશને દર્શાવે છે.

વોલ્યુમ અને વેલ્યુમાં ઝડપી વૃદ્ધિ
વોલ્યુમ અને પેમેન્ટ્સ વેલ્યુમાં વધારાથી દેશના ડિજીટલ પેમેન્ટ ચિત્રમાં મોટો સુધારો થયો હોવાનું કહ્યું હતું. આ વધારો દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો હવે પરંપરાગત પેમેન્ટ માધ્યમોને બદલે નવા માધ્યમો તરફ વળી રહ્યાં છે અને ઓનલાઇન પેમેન્ટ તરફ વળ્યા છે. ડીજીટલ પેમેન્ટ મોડ્સની સિક્યોરિટી અને સરળતાના અનુભવ બાદ ગ્રાહકો અને વેપારીઓમાં તેના પ્રત્યેના વલણને લઇને પણ સુધારો જોવા મળી રહ્યો છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સની સગવડ વધતા અને પરિચય વધતા તેમજ લોકો વધુ ઓનલાઇન ખરીદી તરફ વળ્યા હોવાથી ડિજીટલ પેમેન્ટને વેગ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...