• Gujarati News
  • Business
  • 10,000 Crore Investment In SIP For The First Time In A Month, 26.8 Lakh Crore New SIP Accounts Opened

ભાસ્કર વિશેષ:SIPમાં પહેલીવાર એક મહિનામાં 10 હજાર કરોડનું રોકાણ, 26.8 લાખ કરોડ નવા SIP ખાતાં ખૂલ્યાંનો રેકોર્ડ સર્જાયો

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલાં લૉકડાઉન (માર્ચ 2020) પછી SIP રોકાણમાં 20%નો વધારો

ગયા મહિને મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી)માં પહેલીવાર 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું. આ દરમિયાન નવા રેકોર્ડ 26.8 લાખ નવા એસઆઇપી ખાતાં પણ ખૂલ્યા. સપ્ટેમ્બરમાં એસઆઇપીમાં કુલ 10,351.3 કરોડ રૂપિયાનું રોકાણ થયું.

તેની સરખામણીમાં માર્ચ, 2020માં એસઆઇપીએ 8,641 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષ્યું હતું. તે જ મહિનાના છેલ્લા અઠવાડિયામાં દેશવ્યાપી કોરોના લૉકડાઉન કરાયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં રોકાણમાં અંદાજે 20% વૃદ્ધિ થઇ છે.

એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના સીઇઓ એન. એસ. વેંકટેશે કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપી યોગદાન 10,000 કરોડ રૂપિયાને પાર જવું એક સીમાચિહ્ન છે, જે મ્યુચ્યુઅલ ફંડમાં રિટેલ ઇન્વેસ્ટર્સનો નિરંતર વિશ્વાસ દર્શાવે છે. રિટેલ ઇન્વેસ્ટર્સ ઓછું રિટર્ન આપતા બેન્ક એફડી સહિતના બચતના પરંપરાગત વિકલ્પોને બદલે મ્યુચ્યુઅલ ફંડને પ્રાથમિકતા આપી રહ્યા છે.

નિષ્ણાતોના જણાવ્યાનુસાર, શેરમાર્કેટમાં તેજી વચ્ચે સપ્ટેમ્બરમાં સતત સાતમા મહિને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ વધ્યું છે. જોકે, બજારમાં સ્થિરતા આવી રહી છે તેમ તેમ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં જૂનો ટ્રેન્ડ ફરી જોવા મળી રહ્યો છે. સ્મોલ-કેપ ફંડ્સથી રોકાણકારોનો મોહભંગ થવા લાગ્યો છે અને લાર્જ-કેપ તથા મલ્ટી-કેપ ફંડ્સમાં તેમની વાપસી થવા લાગી છે. એમ્ફી દ્વારા શુક્રવારે જારી આંકડા મુજબ, સપ્ટેમ્બરમાં ઇક્વિટી અને ઇક્વિટી-લિન્ક્ડ સ્કીમ્સમાં 8,677.4 કરોડ રૂપિયાનું રોકાણ થયું.

અન્ય સમાચારો પણ છે...