તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓટોમોબાઇલ:હીરોના 1500 શૉ રૂમ ખૂલતાં જ 10 હજાર બાઈકનું વેચાણ

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

હીરો મોટોકોર્પે લૉકડાઉન પછી તેના 1500 રિટેલ આઉટલેટ ફરી શરૂ કરી દીધા છે. છેલ્લા કેટલાક દિવસ દરમિયાન કંપનીએ 10 હજાર મોટરસાઈકલ-સ્કૂટરનું વેચાણ શરૂ કર્યું છે. કંપનીએ કહ્યું કે અધિકૃત વિતરક અને સર્વિસ સેન્ટરે કામ શરૂ કરી દીધું છે. કંપનીએ તેના પ્લાન્ટમાંથી વાહનો મોકલવાનું 7 મેથી શરૂ કર્યું છે.
હરિયાણાના ધારુહેરા અને ગુડગાંવ તથા ઉત્તરાખંડના હરિદ્વાર પ્લાન્ટમાં કામ શરૂ
વિશ્વભરમાં કંપનીએ કોરોનાને કારણે સાવચેતીના પગલારૂપે ઉત્પાદન બંધ કર્યું હતું. 4 મેથી હરિયાણાના ધારુહેરા અને ગુડગાંવ તથા ઉત્તરાખંડના હરિદ્વાર પ્લાન્ટમાં કામ શરૂ કર્યું છે. કંપનીએ કહ્યું હતું કે રિટેલ આઉટલેસનું ડોમેસ્ટિક વેચાણમાં 30 ટકા હિસ્સો છે. કંપનીએ દરેક આઉટલેટમાં કોરોનાને કારણે તમામ પ્રકારની સાવચેતી રાખવાનું પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો