• Gujarati News
  • Business
  • 10% People Bought New Houses In Eight Years, 50% First House, 67% People Buy Flats Up To 646 Sq Ft, 28% Took Home Loan

‘નાના’ ઘરોની ‘મોટી’ માગ:આઠ વર્ષમાં 10% લોકોએ નવાં ઘર ખરીદ્યા, તેમાં 50%નું પહેલું ઘર, 67% લોકો 646 ચોરસ ફૂટ સુધीીના ફ્લેટ ખરીદે છે, 28%એ હોમલોન લીધી

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રનો એનએસએસઓ રિપોર્ટ, તમામ રાજ્યે કુલ 2.9 લાખ પરિવાર પર કરેલા સરવેનું પરિણામ, દેશમાં દરેક ઘરમાં સરેરાશ 4 લોકો રહે છે

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે, ઘરનું ઘર હોય. જો માર્ચ 2014થી ઓગસ્ટ 2021 સુધીના આંકડા જોઈએ તો 9.9% લોકોએ નવું ઘર કે ફ્લેટ ખરીદ્યો છે. તેમાં 49.9%એ પોતાનું પહેલું ઘર લીધું છે. રસપ્રદ વાત એ છે કે, દેશમાં આશરે 67% લોકો 646 ચોરસ ફૂટ સુધીના મકાન ખરીદ્યાં છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ વિભાગ હેઠળ નેશનલ સેમ્પલ સરવે ઓફિસના રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે. તમામ રાજ્યના 2.9 લાખ પરિવાર પર 20 જાન્યુઆરીથી 21 ઓગસ્ટ વચ્ચે આ સરવે કરાયો છે. તેનાં પરિણામો પ્રમાણે દેશમાં 28% લોકોએ હોમ લોન, 1.4%એ ખાનગી ફાઈનાન્સ, 35.4%એ બચતમાંથી અને 35.3%એ અન્ય સ્રોતોમાંથી પૈસા ભેગા કરીને નવું ઘર ખરીદ્યું છે.

ખરીદાર; છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ટોપ-3માં
માર્ચ 2014થી ઓગસ્ટ 2021 વચ્ચે નવું ઘર-ફ્લેટ ખરીદવાના મામલામાં છત્તીસગઢ (17%) સૌથી આગળ છે, જ્યારે ચંડીગઢ (1.5%) સૌથી પાછળ છે.

આકાર, સૌથી મોટાં ઘર ચંડીગઢમાં, નાના ઓડિશામાં
દેશમાં આઠ વર્ષમાં વેચાયેલા નવાં ઘરોમાં સૌથી મોટાં (સરેરાશ 1052 ચોરસ ફૂટ) ઘર ચંડીગઢમાં અને સૌથી નાના (સરેરાશ 383 ચોરસ ફૂટ) ઓડિશામાં.

ઠેકાણું; ઘર બદલવાનું સૌથી મોટું કારણ છે નોકરી

  • 87.2% લોકોએ એક જ રાજ્યમાં ઠેકાણું બદલ્યું. 12% બીજા રાજ્યમાં અને 0.9% વિદેશ ગયા.
  • નોકરિયાત લોકોમાં 90.7% સારી તકની શોધમાં બીજા સ્થળે ગયા.
  • 87% લોકોએ ઓફિસ નજીક રહેવાના હેતુથી ઘર બદલ્યું.
  • 74% લોકોએ બદલી થવાના કારણે પોતાનું જૂનું ઘર બદલવું પડ્યું.
  • 87% લોકોએ બિઝનેસના કારણે સ્થળ બદલવું પડ્યું.
  • 45% લોકોએ રમખાણો, આતંક, ખરાબ કાયદો-વ્યવસ્થાના કારણ આપ્યા.
  • 24% લોકોએ લગ્નના કારણે જૂનું ઘર છોડ્યું. 20%એ અભ્યાસ માટે ઠેકાણું બદલ્યું.
  • 54% લોકોએ ઘરનું પઝેશન મળવાના કારણે જૂનું ઘર છોડી દીધું.
  • 28% લોકોએ નિવૃત્ત થવાના કારણે જૂનું ઘર છોડી દીધું.
  • 59% લોકો કુદરતી આફતોથી કંટાળીને અન્ય સ્થળે ચાલ્યા ગયા.
  • કમાઉ વ્યક્તિની નોકરીના કારણે 22% લોકોએ અન્ય સ્થળે જવું પડ્યું.
  • ઘર બદલનરાામાં 56.2%ની આવક વધી, 21.9%ની ઘટી.
અન્ય સમાચારો પણ છે...