• Gujarati News
  • Business
  • 10% Correction After Diwali, Market Breaks 7,000 Points, Investors Lose Rs 11.45 Lakh Crore In Just Two Days

દ‘લાલ’ હિસ્ટ્રી:દિવાળી પછી 10% કરેક્શન, બજાર 7 હજાર પોઇન્ટ તૂટ્યું, માત્ર બે દિવસમાં રોકાણકારોએ 11.45 લાખ કરોડ ગુમાવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સેન્સેક્સ 1190 પોઇન્ટ તૂટ્યો, એક દિવસમાં માર્કેટકેપમાં 6.97 લાખ કરોડનું ધોવાણ

ઓમિક્રોન, વર્લ્ડ ઇકોનોમી, સેન્ટ્રલ બેન્ક્સના નિરાશાજનક નિવેદનો અને એફપીઆઇની એકધારી વેચવાલીના પગલે સોમવારે સેન્સેક્સ 1189.73 પોઇન્ટના કડાકા સાથે 56000 પોઇન્ટની સપાટી તોડી 55822.01 પોઇન્ટ બંધ રહ્યો હતો. જેના કારણે બીએસઇ માર્કેટકેપમાં પણ એક જ દિવસમાં રૂ. 6.97 લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. જ્યારે નિફ્ટી-50 ઇન્ટ્રા-ડે 17500 પોઇન્ટનો ટેકનિકલ સપોર્ટ તોડ્યા બાદ છેલ્લે 371 પોઇન્ટના ઘટાડા સાથે 16614 પોઇન્ટ બંધ રહ્યો હતો.

ઇન્ટ્રા-ડે સેન્સેક્સ એક તબક્કે 1879 પોઇન્ટ તૂટી 55000 પોઇન્ટની સપાટી નજીક પહોંચી ગયો હતો. પરંતુ છેલ્લે ઘટ્યા મથાળેથી 689 પોઇન્ટની રિકવરી જોવા મળતાં માર્કેટમાં રાહતની લાગણી ફેલાઇ હતી.બીએસઇ ખાતે વેચવાલી એટલી આક્રમક હતી કે તેના કારણે આઠ સેક્ટોરલ્સમાં 3 ટકાથી વધુ કડાકો નોંધાયો હતો. સ્મોલકેપ અને મિડકેપ પણ 3 ટકા કરતાં વધુ તૂટ્યો હતા.

આ 5 કારણોસર શેરબજાર તૂટ્યું

  • વિશ્વમાં ઓમિક્રોન ક્રાઇસિસ વધવાની દહેશત
  • વર્લ્ડ ઇકોનોમીમાં મંદીની સેન્ટ્રલ બેન્ક્સને ભીતિ
  • ઇન્ડિયન ઇક્વિટી વેલ્યૂએશન પ્રમાણમાં મોંઘા
  • વિદેશી નાણાકીય સંસ્થાઓની એકધારી વેચવાલી
  • ડોલર સામે રૂપિયો ગગડી 76 નીચે ઉતરી ગયો

નિફ્ટી 16410 તોડે તો 16200 થઇ શકે
ટે​​​​​​​કનિકલી નિફ્ટીએ 16410 પોઇન્ટનો ટેકનિકલ સપોર્ટ જાળવવો અતિ જરૂરી બન્યો છે. તે તૂટે તો નીચામાં 16000 પણ તોડે તેવી શક્યતા નિષ્ણાતો દર્શાવે છે. જોકે, બીજી તરફ 16500નો મહત્ત્વનો સપોર્ટ જળવાઇ રહેવા સામે 16700 મહત્ત્વની રેઝિસ્ટન્સ બની રહેવાનો મત ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરે છે.

7 સેશનમાં 2985 પોઇન્ટનો કડાકો
છેલ્લા 7 ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં 2985 પોઇન્ટ (5.34%)નો ઘટાડો નોંધાયો છે.

માર્કેટકેપ પણ રૂ. 12.66 લાખ કરોડ તૂટ્યું

સેન્સેક્સ20 ડિસે.+/-
20 ડિસે.55822-1190
17 ડિસે.57012-889
16 ડિસે.57901113
15 ડિસે.57788-329
14 ડિસે.58117-166
13 ડિસે.58283-503
10 ડિસે.58787-20

​​​​

અન્ય સમાચારો પણ છે...