શેર બજાર / સેન્સેક્સમાં 218 અને નિફ્ટીમાં 63 અંકનો ઉછાળો, ઈન્ડિગોનો શેર 5% ગગડ્યો

Sensex rises 218 and Nifty up 63 points; Indigo shares plummet by 5%

  • પ્રમોટર્સના વિવાદના કારણે ઈન્ડિગોનું શેરવેચાણ ચાલુ, બુધવારે 11%નો ઘટાડો નોંધાયો હતો
  • મેટલ અને બેન્કિગ સેક્ટરના શેરમાં સારી ખરીદી,વેદાંતાના શેરમાં 2% વધારો 

Divyabhaskar.com

Jul 11, 2019, 10:35 AM IST

મુંબઈઃ શેરબજારની શરૂઆત આજે ઉછાળા સાથે થઈ હતી. બિઝનેસ દરમિયાન સેન્સેક્સ 218 અંક વધીને 38,774.80 સુધી પહોંચી ગયો છે. નિફ્ટીમાં 63 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. જે 11,5671.70ની સપાટીએ પહોંચ્યો છે.

ઈન્ડિગો શેરમાં સતત બીજા દિવસે પણ 5%નો ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે 11% નુકસાન સાથે બંધ થયો હતો. એરલાઈનના પ્રમોટર્સના વિવાદના કારણે શેરવેચાણ વધી ગયું છે.

સેન્સેક્સના 30માંથી 24 અને નિફ્ટીના 50માંથી 40 શેરોમાં વધારો જોવા મળ્યો છે. NSE પર પણ તમામ 11 સેક્ટર ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. મેટલ અને બેન્કિગ સેક્ટરની કંપનીઓમાં સારી શેરખરીદી થઈ રહી છે.

વેદાંતાના શેરનાં 1.9% અને ટાટા સ્ટીલમાં 1.83% ઉછાળો આવ્યો છે. SBIમાં 1.21% ONGC અને પાવર ગ્રિડમાં 1-1 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ બજાજ ફાઈનાન્સનો શેર 1.5% ગગડ્યો છે. ટેક મહેન્દ્રામાં 0.88%નો ઘટાડો નોંધાયો છે.

X
Sensex rises 218 and Nifty up 63 points; Indigo shares plummet by 5%
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી