સેન્ટીમેન્ટ / શેરબજારમાં તેજીને બ્રેકઃ સેન્સેક્સ 200 પોઇન્ટ ગગડ્યો, બેન્ક, ઓટો અને મેટલ સેક્ટરના શેરોમાં ધોવાણ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

Divyabhaskar.com

Feb 13, 2020, 12:28 PM IST

બિઝનેસ ડેસ્કઃ ડિસેમ્બર મહિનામાં ફેક્ટરી આઉટપુટમાં ઘટાડો થતા, જાન્યુઆરીમાં ફુગાવો 6 વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચતા તેમ જ ચીનમાં કોરોના વાઈરસને લીધે સ્થિતિ ઘેરી બની રહી હોવાથી વૈશ્વિક બજારોમાંથી મળેલા મંદીના સંકેત વચ્ચે ભારતીય શેરબજારમાં આશરે 200 પોઇન્ટનો ઘટાડો થયો છે. આ સાથે છેલ્લા બે સેશનથી જારી તેજીને બ્રેક લાગી હતી. બેન્ક, ઓટો, મેટલ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળતો હતો. જોકે આઈટી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં તેજીમય માહોલ જોવા મળતો હતો.

સેન્સેક્સ પેકમાં સૌથી વધારે ઘટાડો નોંધાવનાર શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, મારુતિ, કોટક બેન્ક, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એનટીપીસી, એચસીએલ ટેકનો સમાવેશ થતો હતો. જ્યારે સૌથી વધારે સુધારો નોંધાવનાર શેરોમાં એસબીઆઈ, ટાઈટન, એમએન્ડએમ, નેસ્લે, ઈન્ફોસિસ, ટીસીએસના શેરનો સમાવેશ થતો હતો. બીએસઈ સેન્સેક્સ 211.65 પોઇન્ટ એટલે કે 0.51 ટકા ગગડી 41,354.25 જ્યારે નિફ્ટી 57.40 પોઇન્ટ અથવા 0.47 ટકા ગગડી 12,143.80 રહી હતી.

માર્કેટ બ્રેડથ અત્યંત મંદીમય

બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 2340 સ્ક્રીપ પૈકી 932 સ્ક્રીપમાં તેજી અને 1277 સ્ક્રીપમાં મંદી જોવા મળતી હતી. જોકે 131 સ્ક્રીપના ભાવ યથાવત રહ્યા હતા.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી