તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sensex Jumps 200 Points Before Budget Starts, Down From Nifty 11,900

સેન્સેક્સે 988 પોઇન્ટના ધબડકા સાથે 40,000નું લેવલ ગુમાવ્યું, આઈટી-ટેકનોલોજી સિવાયના તમામ સેક્ટરમાં મંદી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજેટના દિવસે જે ફેરફાર થયો છે તેમાં છેલ્લા 11 બજેટનો સૌથી મોટો કડાકો નોંધાયો, માર્કેટ 2.43 ટકા ઘટ્યું
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ્ટી, મેટલ, બેન્ક, ફાયનાન્સ સહિતના લગભગ તમામ સેક્ટરના શેરોમાં ધૂમ વેચવાલી
  • આઈટીસી 6.97 ટકા, એલએન્ડટી 5.98 ટકા, એચડીએફસી 5.87 ટકા, એસબીઆઈ 4.83 ટકા, ઓએનજીસી 4.18 ટકા, ગગડ્યા

બિઝનેસ ડેસ્કઃ ભારતીય શેરબજારે બજેટને લઈ ઉદાસિન પ્રતિભાવ આપતા લગભગ તમામ સેક્ટરના શેરોમાં ધબડકો બોલી ગયો છે. પ્રારંભિક કામકાજ દરમિયાન આશરે 200 પોઇન્ટનો સુધારો નોંધાવ્યા બાદ જેમ-જેમ બજેટની જોગવાઈ જાહેર થતી ગઈ તેમ તેમ સ્ટોક માર્કેટોનું સેન્ટીમેન્ટ બગડવા લાગ્યું હતું અને બેન્ચમાર્ક ઈન્ડેક્સે મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વની 40,000 ગુમાવી દીધી હતી. એટલે કે સેન્સેક્સમાં પોઇન્ટનો અને નિફ્ટીએ અનુક્રમે 988 પોઇન્ટ અને 318 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. આમ બજેટ જોગવાઈ સાથે જ શેરબજારનું સીતા-રામ થઈ ગયું હતું.  આઈટી અને ટેકનોલોજી સેક્ટરને બાદ કરતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ્ટી, મેટલ, બેન્ક, ફાયનાન્સ સહિતના લગભગ તમામ સેક્ટરના શેરોમાં ધૂમ વેચવાલી નિકળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ 4 ટકા સુધીનો કડાકો બોલાઈ ગયો હતો.

બીએસઈ સેન્સેક્સ 987.96 પોઇન્ટ એટલે કે 2.43 ટકા ઘટી 40,000 સપાટી ગુમાવી 39,735.53 થયો છે, જ્યારે નિફ્ટી 318.30 પોઇન્ટ એટલે કે 2.66 ટકા ગગડી 11,643 રહી છે. બેન્કેક્સ 1,127.97 પોઇન્ટ અથવા 3.20 ટકા, સીજી ઈન્ડેક્સ 836.20 પોઇન્ટ અથવા 4.79 ટકા, મેટલ ઈન્ડેક્સ 332.27 પોઇન્ટ અથવા 3.50 ટકા, રિયલ્ટી ઈન્ડેક્સ 197.50 પોઇન્ટ અથવા 7.82 ટકા ગગડ્યા છે. મિડકેપ ઈન્ડેક્સ 342.36 પોઇન્ટ અથવા 2.21 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 323.26 પોઇન્ટ અથવા 2.20 ટકા ગગડ્યા છે. બીએસઈ ખાતે કામકાજ ધરાવતા કુલ 2,461 સ્ક્રીપ પૈકી 1,725 સ્ક્રીપ પર કડાકો બોલાયો હતો, જ્યારે 611 સ્ક્રીપમાં તેજી જોવા મળી હતી. ફક્ત આઈટી અને ટેકનોલોજી સેક્ટરના શેરોમાં મામુલી સુધારો થયો હતો. સેન્સેક્સ પેકમાં સૌથી વધારે ઘટાડો નોંધાવનાર શેરોમાં આઈટીસી 6.97 ટકા, એલએન્ડટી 5.98 ટકા, એચડીએફસી 5.87 ટકા, એસબીઆઈ 4.83 ટકા, ઓએનજીસી 4.18 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 4.01 ટકા, એમએન્ડએમ 3.50 ટકા, તાતા સ્ટીલ 3.45 ટકાનો સમાવેશ થતો હતો. જોકે ટીસીએસ 4.13 ટકા, હિન્દુસ્તાન યુનિવિલર 1.94 ટકા, નેસ્લે 1.68 ટકા, ટેક મહિન્દ્રા 1.52 ટકા અને ઈન્ફોસિસ 0.50 ટકા વધ્યા હતા. સીજી સેક્ટરમાં જીએમઆર ઈન્ફ્રા, બીઈએલ, ભેલ, એલએન્ડટી, સિમેન્સ, એચએએલના શેરોમાં 7.68 ટકા સુધીનો ઘટાડો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 342.36 પોઇન્ટ અથવા 2.21 ટકા અને 323.26 પોઇન્ટ અથવા 2.20 ટકા ગગડ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો