તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Good Quarterly Results, Clean Cheat Stock Up About 5% On Accusation Of Whistleblower Complaint

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારા ત્રિમાસિક પરિણામો, વ્હિસલબ્લોવરની ફરિયાદમાં મુકાયેલા આરોપમાંથી ક્લિન ચીટ મળતા શેરના ભાવમાં આશરે પાંચ ટકાની તેજી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ફોસિસના CEO સલિલ પારેખ - Divya Bhaskar
ઈન્ફોસિસના CEO સલિલ પારેખ
 • વ્હિસલબ્લોવરે ફરિયાદમાં પારેખ અને રોય પર હિસાબી પદ્ધતિ સાથે ચેડા આચરવાનો આરોપ લગાવ્યો હતો
 • ઈન્ફોસિસે ગેરરીતિના આરોપની તપાસ માટે સમિતિની રચના કરી હતી

બેંગ્લુરુઃ IT સેક્ટરની અગ્રણી ઈન્ફોસિસે ગત શુક્રવારે શેરબજારનું કામકાજ પૂરું થયા બાદ બજાર વર્ગની  અપેક્ષા કરતાં સારા પરિણામો રજૂ કરતા તેમ જ કંપનીના CEO સલિલ પારેખ અને CFO નિલંજન રોય સામેના આરોપોમાં કોઈ પૂરાવા નહીં મળતા આજે કંપનીના શેરના ભાવમાં આશરે 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.  બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઓડિટ કમિટીને વ્હિસલબ્લોવર (whistleblower)ની ફરિયાદમાં મુકવામાં આવેલા આરોપમાં કોઈ જ આધાર મળ્યો ન હતો. આ સારા ત્રિમાસિક પરિણામો અને વ્હિસલબ્લોવર મુદ્દે ક્લિન ચીટને પગલે શેરબજારમાં આજે ઈન્ફોસિસના શેરનો ભાવ  ઈન્ટ્રા-ડે હાઈ રૂા.777.55 અને બોલાઈ અત્યારે રૂા.35.15 એટલે કે 4.76 ટકા વધી રૂા.773.40 રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદકર્તાએ એવો આરોપ લગાવ્યો હતો કે પારેખ અને રોયએ કંપનીનો નફો વધારે દેખાડવા માટે હિસાબી (Accounting) પદ્ધતિ સાથે ચેડા કર્યા હતા.

પારેખે કંપનીને આગળ વધારી છેઃ નંદન નીલેકણી
ઈન્ફોસિસના ચેરમેન નંદન નીલેકણીએ કહ્યું છે કે પારેખ અને રોય કંપનીના મજબૂત સંરક્ષક છે. પારેખે કંપનીની પ્રગતિમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. બોર્ડને વિશ્વાસ છે કે તેઓ કંપનીની નવી વ્યૂહરચનાને સફળતાપૂર્વક આગળ લઈ જશે.
ઈન્ફોસિસે વ્હિસલબ્લોવરની ફરિયાદનો 21મી ઓક્ટોબરના રોજ ખુલાશો કર્યો હતો. આરોપની તપાસ માટે કંપનીની એક સ્વતંત્ર લીગલ એડવાઈઝર ફર્મ શાર્દુલ અમરચંદ મંગળદાસ એન્ડ કંપની તથા પ્રાઈસવોટરહાઉસ કૂપર્સના સહયોગથી એક સમિતિની રચના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો