તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટની દિલ્હીમાં થયેલી આજની બેઠકમાં કેશની સમસ્યાનો સામનો કરી રહેલી યસ બેન્કને ઉગારવા માટે તૈયાર કરવામાં આવેલી આરબીઆઈની રિસ્ટ્રકચરિંગ સ્કીમને મજૂરી આપવામાં આવી છે. સ્કીમ અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા યસ બેન્કમાં 49 ટકા હિસ્સો ખરીદવામાં આવશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ સ્કીમનો મુખ્ય ઉદેશ્ય બેન્કમાં જમા લોકોના પૈસાને સુરક્ષિત કરવાનો છે. સાથે જ નાણાંકીય સંસ્થાઓને સ્થિર બનાવવાનો છે.
બોર્ડમાં સામેલ થશે એસબીઆઈના બે ડાયરેક્ટર
નાણાં મંત્રી સીતારમણે કહ્યું કે સ્કીમનું નોટીફીકેશન જાહેર થયાના ત્રણ દિવસની અંદર યસ બેન્ક પર લાગેલા કેશ વિડ્રોઅલ સહિત તમામ પ્રકારના પ્રતિબંધોને હટાવી લેવામાં આવશે. સાથે જ સાત દિવસની અંદર યસ બેન્કનુ નવું બોર્ડ જવાબદારી સંભાળી લેશે. તેમણે કહ્યું કે યસ બેન્કના નવા બોર્ડની રચના થશે, તેમાં લગભગ એસબીઆઈના બે ડાયરેક્ટર હશે. નાણાં મંત્રીએ કહ્યું કે યસ બેન્કને ચલાવવા માટે 1100 કરોડ નહિ પરંતુ 6200 કરોડની જરૂર પડશે. ગત સપ્તાહે આરબીઆઈએ પ્રાઈવેટ સેકટરની યસ બેન્કને બચાવવા માટે એક ડ્રાફટ સ્કીમ જાહેર કરી હતી.
10 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી એસબીઆઈ ખરીદશે યસ બેન્કના શેર
એસબીઆઈએ કહ્યું કે તે દેવામાં ડૂબેલી યસ બેન્કના શેરને 10 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ખરીદશે. ડ્રાફટ મુજબ એસબીઆઈ સમક્ષ શરત મુકવામાં આવી છે કે તેના તરફથી યસ બેન્કમાં રોકાણની તારીખ બાદ અગામી ત્રણ વર્ષ સુધી શેરને 26 ટકાથી ઓછો કરી શકાશે નહિ. ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ ગત 5 માર્ચે યસ બેન્કના બોર્ડને ભંગ કર્યું હતું અને યસ બેન્ક માટે રિસ્ટ્રરચરિંગ પ્લાનની જાહેરાત કરી હતી. આરબીઆઈ તરફથી ડ્રાફટ સ્કીમને લઈને પબ્લિક, બેન્ક, ક્રેડિટર્સ અને શેરહોલ્ડર્સ પાસેથી સુચનો મગાવવામાં આવ્યા હતા. તેના માટે 9 માર્ચે છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી હતી.
આઈસીઆઈસીઆઈ બેન્ક કરશે 1000 કરોડ રૂપિયાનું રોકાણ
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે 7,250 કરોડ રૂપિયામાં યસ બેન્કના શેર ખરીદવાની જાહેરાત કરી હતી. હવે આઈસીઆઈસીઆઈ બેન્ક તરફથી પણ શરૂઆતના તબક્કામાં 1000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 10 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી 100 કરોડ ઈક્વિટી શેર ખરીદશે. બેન્કનું કહેવું છે કે આ રોકાણથી આઈસીઆઈસીઆઈનો યસ બેન્કમાં 5 ટકા હિસ્સો હશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.