• Gujarati News
  • National
  • The Finance Minister Told The Delegates We Will Talk To The RBI For The Amount Of Video

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નારાજ ગ્રાહકોની મુલાકાત કરી, કહ્યું- RBIના ગવર્નર સાથે વાતચીત કરીશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પીએમસી બેન્કના એકાઉન્ટહોલ્ડર્સ 25 રૂપિયાથી વધુ વિડ્રો કરી શકતા નથી, તેઓ સંપૂર્ણ રકમ પરત કરવાની માંગ કરી રહ્યાં છે
  • લોન આપવાની અનિયમિતતાઓના કારણે PMC પર આરબીઆઈએ 6 મહીનાનો પ્રતિબંધ લગાવ્યો હતો

મુંબઈઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુુરુવારે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ(PMC) બેન્કના એકાઉન્ટહોલ્ડર્સની મુલાકાત કરી હતી. બેન્કોના ગ્રાહકો મુંબઈમાં ભાજપ કાર્યાલયની બહાર એકત્રિત થયા હતા. 21 ઓક્ટોબરે થનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પગલે સીતારમણ મુંબઈ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે બેન્કના ગ્રાહકોની જરૂરિયાત અને મુશ્કેલીઓ વિશે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસને જણાવવામાં આવશે. આરબીઆઈને અપીલ કરવામાં આવશે કે એકાઉન્ટહોલ્ડર્સને ઝડપથી રકમ વિડ્રોઅલની છૂટ આપવામાં આવે.
 

PMC જેવી ઘટનાઓ રોકવા માટે કાયદામાં ફેરફાર માટે તૈયારઃ નાણાં મંત્રી
નાણાં મંત્રીએ કહ્યું કે રાજય સ્તરીય કો-ઓપરેટિવ બેન્કોના સંચાલનમાં સુધારાની જરૂરિયાત છે તો કાયદામાં ફેરફાર કરવામાં આવશે. તેની પર ચર્ચા માટે નાણાંકીય સેવાઓ અને આર્થિક મામલાના વિભાગોના સચિવ ઝડપથી આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સાથે મુલાકાત કરશે.
 
આરબીઆઈએ પીએમસી બેન્કના એકાઉન્ટહોલ્ડર્સ માટે રકમ વિડ્રોઅલની સીમા 25 હજાર રૂપિયા નક્કી કરી છે. ગ્રાહકો લિમિટ વધારવાની માંગ કરી રહ્યાં છે. એનપીએ ઓછી જણાવવા અને લોન આપવામાં અનિયમિતતાને કારણે પીએમસી બેન્ક પર આરબીઆઈએ થોડ દિવસો પહેલા જ 6 મહીનાનો પ્રતિબંધ લગાવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...