• Home
  • Business
  • Latest News
  • The wholesale inflation figures also rose 2.59% in December, one day after the retail inflation rate; Most in 7 months

મોંઘા દિવસો / રિટેલ મોંઘવારી દરના એક દિવસ બાદ જથ્થાબંધ મોંઘવારીના આંકડામાં પણ વધારો, ડિસેમ્બરમાં 2.59% રહ્યો; 7 મહિનામાં સૌથી વધુ

The wholesale inflation figures also rose 2.59% in December, one day after the retail inflation rate; Most in 7 months

  • હોલસેલ મોંઘવારીનો આનાથી વધારે દર 2.79 ટકા મે 2019માં હતો, નવેમ્બરમાં આ દર 0.58 ટકા હતો
  • શાકભાજીની કિંમતમાં 70 ટકા વધારો, ડુંગળી 52 ટકા મોંઘી થઈ

Divyabhaskar.com

Jan 14, 2020, 03:47 PM IST

નવી દિલ્હીઃ ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી જ નહિ પરંતુ જથ્થાબંધ મોંઘવારીના દરમાં પણ વધારો થયો છે. મોંઘવારીનો દર ગત મહિને 2.59 ટકા રહ્યો હતો. જે 7 મહિનામાં સૌથી વધુ છે. આ પહેલા મે 2019માં 2.79 ટકા રહ્યો હતો. નવેમ્બરમાં 0.58 ટકા હતો. બટાકા અને ડુંગળી જેવી વસ્તુઓની કિંમતો વધવાથી જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો થયો છે. ખાદ્યા વસ્તુઓના મોંઘવારી દર નવેમ્બરમાં 11 ટકાની સરખામણીમાં ડિસેમ્બરમાં 13.12 ટકા રહ્યાં. સોમવારે રિટેલ મોંઘવારીના આંકડાઓ આવ્યા હતા. તે ડિસેમ્બરમાં 7.35 ટકા હતી. જે સાડા પાંચ વર્ષમાં સૌથી વધુ છે.

જથ્થાબંધ મોંઘવારી દરમાં સતત બીજા મહિને વધારો

મે 2.79%
જૂન 2.02%
જુલાઈ 1.08%
ઓગસ્ટ 1.17%
સપ્ટેમ્બર 0.33%
ઓક્ટોબર 0.16%
નવેમ્બર 0.58%
ડિસેમ્બર 2.59%
વસ્તુ નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર
ખાદ્ય 11.08% 13.24%
ઘઉં 8.02% 8.44%
દાળ 16.59% 13.11%
શાકભાજી 45.32% 69.69%
બટાકા -8.51% 44.97%
ડુંગળી 172.30% 455.83%
ફળ 4.32% 3.51%
દૂધ 1.60% 2.64%

ઈંડા,માંસ, માછલી

8.15% 6.21%
X
The wholesale inflation figures also rose 2.59% in December, one day after the retail inflation rate; Most in 7 months
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી