તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Wholesale Inflation Figures Also Rose 2.59% In December, One Day After The Retail Inflation Rate; Most In 7 Months

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિટેલ મોંઘવારી દરના એક દિવસ બાદ જથ્થાબંધ મોંઘવારીના આંકડામાં પણ વધારો, ડિસેમ્બરમાં 2.59% રહ્યો; 7 મહિનામાં સૌથી વધુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • હોલસેલ મોંઘવારીનો આનાથી વધારે દર 2.79 ટકા મે 2019માં હતો, નવેમ્બરમાં આ દર 0.58 ટકા હતો
 • શાકભાજીની કિંમતમાં 70 ટકા વધારો, ડુંગળી 52 ટકા મોંઘી થઈ

નવી દિલ્હીઃ ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી જ નહિ પરંતુ જથ્થાબંધ મોંઘવારીના દરમાં પણ વધારો થયો છે. મોંઘવારીનો દર ગત મહિને 2.59 ટકા રહ્યો હતો. જે 7 મહિનામાં સૌથી વધુ છે. આ પહેલા મે 2019માં 2.79 ટકા રહ્યો હતો. નવેમ્બરમાં 0.58 ટકા હતો. બટાકા અને ડુંગળી જેવી વસ્તુઓની કિંમતો વધવાથી જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો થયો છે. ખાદ્યા વસ્તુઓના મોંઘવારી દર નવેમ્બરમાં 11 ટકાની સરખામણીમાં ડિસેમ્બરમાં 13.12 ટકા રહ્યાં. સોમવારે રિટેલ મોંઘવારીના આંકડાઓ આવ્યા હતા. તે ડિસેમ્બરમાં 7.35 ટકા હતી. જે સાડા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. 

જથ્થાબંધ મોંઘવારી દરમાં સતત બીજા મહિને વધારો 

મે2.79%
જૂન2.02%
જુલાઈ1.08%
ઓગસ્ટ1.17%
સપ્ટેમ્બર0.33%
ઓક્ટોબર0.16%
નવેમ્બર0.58%
ડિસેમ્બર2.59%
વસ્તુનવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર     ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર
ખાદ્ય11.08%13.24%
ઘઉં8.02%8.44%
દાળ16.59%13.11%
શાકભાજી45.32%69.69%
બટાકા-8.51%44.97%
ડુંગળી172.30%455.83%
ફળ4.32%3.51%
દૂધ1.60%2.64%

ઈંડા,માંસ, માછલી

8.15%6.21%
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો