• Home
  • Business
  • Latest News
  • What is the Prime Minister's Mudra Yojana that ensures employment to millions, why the rising rate of NPA worries

અર્થવ્યવસ્થા / લાખોને રોજગારી સુનિશ્ચત કરાવનારી પ્રધાનમંત્રી મુદ્રા યોજના શું છે, તેમાં NPAનો વધતો દર કેમ ચિંતાજનક

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

  • નાણાંકીય વર્ષ 2019ના 9 માસમાં 2018ના 9 માસની સરખામણીએ NPAએ 53 ટકા વધી
  • 31 માર્ચ 2018 સુધીમાં મુદ્રા યોજના અંતર્ગત NPAએ ખાતાઓ 17.99 લાખ હતા, જે 31 ડિસેમ્બર 2018 સુધી વધીને 28.33 લાખ થયા

Divyabhaskar.com

Dec 04, 2019, 05:45 PM IST
મુંબઈઃ પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં વધતી નોન પરફોર્મિંગ એસેટ(NPA) કે ફસાયેલી લોનને લઈને ભારતીય રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નરે એમ.કે. જૈને ચિંતા વ્યક્ત કરી છે. જૈનના જણાવ્યા અનુસાર, મુદ્રા લોનથી તેના લાભાર્થીઓ ગરીબી રેખામાંથી બહાર આવી રહ્યાં છે. જોકે ચિંતાની વાત એ છે કે મુદ્રા લોનમાં NPAનું સ્તર સતત વધી રહ્યું છે.
RBIના ગવર્નરે વધતી NPA બાબતે નારાજગી વ્યક્ત કરી
તેમના જણાવ્યા મુજબ બેન્કોએ મુદ્રા લોનની મૂંજરીના સ્તરે જ લાભાર્થી લોન ભરી શકશે કે કેમ તે અંગેની ચકાસણી કરવી જોઈએ. આ સિવાય લોનના સમગ્ર ગાળા દરમિયાન લાભાર્થીની આર્થિક ગતિવિધિઓ પર પણ યોગ્ય નજર રાખવાની જરૂરીયાત છે. જુલાઈમાં તમામ સરકારી બેન્કોના પ્રમુખો સાથેની બેઠકમાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે તો બંધન મુક્ત લોનમાં વધતી NPA બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.
માર્ચ 2018થી માર્ચ 2019 દરમિયાન NPAએ વધવાની ગતિ બે ગણી થઈ
રિઝર્વ બેન્કના જણાવ્યા મુજબ, મુદ્રા યોજના અંતર્ગત આપવામાં આવતી લોન આ જ ગતિથી એનપીએમાં રૂપાંતરિત થતી રહી તો બેન્કિંગ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થઈ શકે છે. મુદ્રા યોજના અંતર્ગત માર્ચ 2018થી માર્ચ 2019 દરમિયાન NPAએ વધવાની ગતિ બે ગણા કરતા પણ વધી ગઈ. આ ઉપરાંત મુદ્રા લોનમાં 2313 જેટલા કેસમાં છેતરપિંડી થઈ હોવાનો પણ રિપોર્ટ છે. મુદ્રા યોજનાને મોદી સરકારની અગ્રણી યોજનાઓ પૈકીની એક માનવામાં આવે છે. કારણ કે તેનાથી અસંગઠિત ક્ષેત્રમાં દર વર્ષે લાખો રોજગારી ઉપલબ્ધ થઈ રહી છે. તેની શરૂઆત એપ્રિલ 2015થી થઈ હતી. આ અંતર્ગત નાના કારોબારીઓને 10 લાખ રૂપિયા સુધીની લોન જામીન વગર આપવામાં આવે છે. મુદ્રા લોનનો વ્યાજ દર પણ અન્ય લોનની સરખામણીમાં ઓછો છે. લધુ અને નાના કારોબારીઓ માટે પોતાનો કારોબાર વધારવા કે કારોબારને શરૂ કરવા માટે આ યોજનાને સૌથી ઉપયુક્ત યોજના માનવામાં આવે છે.
શું છે મુદ્રા યોજના
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત લધુ, કુટીર અને મધ્યમ સ્તરના કારોબારીઓને સસ્તા દરથી ગેરન્ટી વગર લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોઈ પણ બેન્ક કે નોન બેન્કિંગ નાણાંકીય કંપનીઓમાંથી 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેને ત્રણ વર્ગમાં વહેંચવામાં આવી છે.
શિશુ: આ અંતર્ગત 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
કિશોર: આ અંતર્ગત 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
તરુણ: આ અંતર્ગત 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
પાત્રતા: આ યોજનાનો લાભ તમામ પ્રકારના કારોબારી એકમો, મશીન ઓપરેટર, વિવિધ પ્રોફેશનલ્સ જેવા કે ડોક્ટર, એન્જિનિયર, સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, લધુ અને નાના કારોબારીઓ જેમ કે કરિયાણાની દુકાનોવાળા, ફળ-શાકભાજી વિક્રેતાઓ, હેયર કટિંગ-બ્યુટી પાર્લર વાળા, શિલ્પકાર, બાઈક રિપેર કરનાર વગેરે ઉઠાવી શકે છે.
NPAમાં ઝડપથી વધારો
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ પ્રકારની ગેરન્ટી વગર આપવામાં આવે છે. તેના કારણે મોટાભાગના લાભાર્થી તેને પરત કરતા નથી. વર્ષ 2018 સુધી મુદ્રા યોજના અંતર્ગત લોનની ચૂકવણીનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું. નાણાંકીય વર્ષ 2017-18માં મુદ્રા યોજનામાં NPAએ 5.38 ટકા રહ્યું, જે બીજા ક્ષેત્રોની સરખામણીએ ખૂબ જ ઓછું હતું. પરંતુ નાણાકીય વર્ષ 2019માં આ સંખ્યામાં વધારો થયો.
મુદ્રા યોજના મામલે ખાનગી બેન્કો પણ NPA ઘટાડવામાં નિષ્ફળ
નાણાંકીય વર્ષ 2019ના 9 માસમાં 2018ના 9 માસની સરખામણીએ NPAએ 53 ટકા વધી છે. મુદ્રા યોજના અંતર્ગત આપવામાં આવેલા ત્રણ વર્ગો શિશુ, કિશોર અને તરુણ અંતર્ગત લોનમાં નાણાકીય વર્ષ 2018ની સરખામણીમાં ક્રમશ: 64, 52 અને 42 ટકાનો વધારો થયો છે. નાણાંકીય વર્ષ 2018ની સરખામણીમાં 2019માં NPAએ વધીને ક્રમશ: 58.33, 70 અને 45 ટકા થઈ ગઈ. 31 માર્ચ 2018 સુધીમાં મુદ્રા યોજના અંતર્ગત NPAએ ખાતાઓ 17.99 લાખ હતા, જે 31 ડિસેમ્બર 2018 સુધી વધીને 28.33 લાખ થયા. ખાનગી બેન્ક, જે NPAએને સામાન્ય રીતે અત્યાર સુધી ઘટાડવામાં સફળ રહી છે, તે પણ મુદ્રા યોજના અંતર્ગત આપવામાં આવેલી લોનના મામલામાં સરકારી બેન્કોની સામે નિષ્ફળ સાબિત થઈ છે.
CGTMSEનું કવર મળવાને કારણે લાભાર્થી લોનનો હપ્તો ચુકવતા નથી
આ યોજના અંતર્ગત આપવામાં આવતી લોન NPAએ થવા પર નિશ્ચિત રકમની ચૂકવણી સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર અને સબસિડી દ્વારા કરવામાં આવશે. આ માટે ક્રેડિટ ગેરન્ટી ફન્ડ ટ્રસ્ટ માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ(CGTMSE)ની સ્થાપના કરવામાં આવી. જે સુક્ષ્મ અને લધુ ઉદ્યોગોને કોલેેટ્રલ સિક્યુરિટીના બંધનમાંથી મુક્ત કરવા માટે કરવામાં આવી. જેથી લોનના પ્રવાહમાં વૃદ્ધિ થઈ શકે. પરંતુ જે હેતુથી મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી તે નિષ્ફળ રહ્યો. મોટાભાગના લોકો મુદ્રા યોજના અંતર્ગત લોન લઈને તેની ચુકવણી કરતા નથી. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત આપવામાં આવતી લોનને CGTMSEનું કવર મળવાને કારણે લાભાર્થી લોનનો હપ્તો અને વ્યાજ ચુકવતા નથી.
X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી