તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હીઃ રોયટર્સના અહેવાલો મુજબ વિશ્વના સૌથી મોટી રિટેલર વોલમાર્ટ ઈન્કે ભારતમાંથી તેના અંદાજે 50 જેટલા એક્ઝિક્યુટિવને છુટા કરવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કર્મચારીઓને છુટા કરવાનો નિર્ણય કંપનીના રિસ્ટ્રકચરિંગના ભાગરૂપે લેવામાં આવ્યો છે. આ અંગેની માહિતી ત્રણ જેટલા સૂત્રોએ રોયટર્સને આપી છે. ધ બોનટોનવીલે, આર્ક સ્થિત કંપની હાલ 28 હોલસેલ જેટલા સ્ટોર્સનું સંચાલન કરે છે. આ સ્ટોર્સ મુખ્યત્વે નાના વેપારીઓને ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. આ સ્ટોર્સ રિટેલ કન્ઝ્યુમર્સને વસ્તુઓનું વેચાણ કરતા નથી. વોલમાર્ટને તેના બિઝનેસનો વ્યાપ ભારતમાં વધારવામાં ખૂબ જ મુશ્કેલી પડી તેના કારણે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઘટના સાથે સંકળાયેલા બે સૂત્રોના જણાવ્યા મુજબ કંપનીના રિયલ એસ્ટેટ ડિવિઝનના એક્ઝિક્યુટિવને આ કારણે મોટા પ્રમાણમાં અસર થઈ છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી હોલસેલ મોડલમાં ગ્રોથ અટકી ગયો છે. આ અંગે અન્ય એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે આ ઘટના પાછળનું કારણ એ છે કે કંપની ફિઝીકલ સ્ટોર્સ પર ધ્યાન આપવાની જગ્યાએ ઈ-કોમર્સ પર વધુ ભાર આપી રહી છે. જોકે આ અંગે વોલમાર્ટે કઈ પણ કહેવાથી ઈન્કાર કર્યો હતો.
વર્ષ 2018માં વોલમાર્ટે દેશના ઓનલાઈન માર્કેટપ્લેસ ફ્લિપકાર્ટમાં 16 બિલિયન ડોલરમાં મોટાભાગનો હિસ્સો ખરીદી લીધો હતો. આ અંગે ઘટના સાથે સંકળાયેલા બીજા સૂત્રએ જણાવ્યું હતું કે વોલમાર્ટે તેના નવા સ્ટોર્સ શરૂ કરવાની ગતિ ધીમી કરી હોવા પાછળનું કારણ એ પણ છે કે કંપની તેનો બિઝનેસ બિઝનેસ-ટુ-બિઝનેસ અને રીટેલ ઈ-કોમર્સના માધ્યમથી વધારવા માંગે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગત અઠવાડિયે પણ કેટલાક એક્ઝિક્યુટિવને છૂટા કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાકને સોમવારે કરવામાં આવશે.
ઈકોનોમિક ટાઈમ્સ સાથેની વાતચીતમાં વોલમાર્ટે જણાવ્યું હતું કે કંપની વધુ અસરકારક રીતે કામ કરવા માંગે છે અને આ કારણે અમારે કોર્પોરેટ સ્ટ્રકચરનું મુલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે આયોજનપૂર્વક કામ કરવું ખૂબ જ મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે વોલમાર્ટની ભારતની હેડ ઓફિસમાં લગભગ 600 જેટલા કર્મચારીઓ કામ કરે છે. સમગ્ર દેશમાં લગભગ 5,300 કર્મચારીઓ કામ કરે છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.