• Home
  • Business
  • Latest News
  • Vodafone Idea AGR Issue | Bharti Airtel, Vodafone Idea AGR Dues Supreme Court Today Latest News and Updates

AGR મામલો / સુપ્રીમ કોર્ટે ટીકા કર્યાના 6 કલાક બાદ સરકારે ટેલિકોમ કંપનીઓને બાકી રકમ ચુકવવા આદેશ કર્યો

Vodafone Idea AGR Issue | Bharti Airtel, Vodafone Idea AGR Dues Supreme Court Today Latest News and Updates
Vodafone Idea AGR Issue | Bharti Airtel, Vodafone Idea AGR Dues Supreme Court Today Latest News and Updates

  •  ટેલિકોમ કંપનીઓ અને સરકારથી સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- દેશમાં રહેવાને બદલે છોડીને જતુ રહેવું જોઈએ
  • સુપ્રીમે ટેલિકોમ કંપનીઓના અધિકારીઓને પૂછ્યું- શું અવમાનનાની કાર્યવાહી કરવામાં આવે?

Divyabhaskar.com

Feb 15, 2020, 12:11 AM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યાના આશરે 6 કલાક બાદ સરકારે ટેલિકોમ કંપનીઓને શુક્રવારની રાત્રે 11:59 વાગ્યા સુધીમાં બાકી નિકળતી રકમ ચુકવવા આદેશ કર્યો છે. ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા તથા અન્ય કંપનીઓને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સમયસીમા પહેલા રકમ ચુકવવાની રહેશે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટેલિકોમ કંપની પાસેથી રિકવરી અટકાવવા બદલ દુરસંચાર વિભાગની આકરી ટીકા કરી હતી. રૂપિયા 1.47 લાખ કરોડ રૂપિયાના એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (AGR) કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં મોટાભાગની કંપનીઓએ રકમ જમા કરાવી ન હતી. આ અંગે સુપ્રીમ કોર્ટે કંપનીઓને પુછ્યું કે, તમારા વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કરવામાં આવે તો કેવું રહેશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘શું આ દેશમાં કોઈ કાયદો બચ્યો નથી? આ દેશમાં રહેવા કરતા તો સારું છે દેશ છોડીને જતા રહેવું જોઈએ’

ટેલીકોમ કંપનીઓના MDને 17 માર્ચના રોજ હાજર થવાનો આદેશ
જે ટેલીકોમ કંપનીઓ પર એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂના આધારે સ્પેક્ટ્રમ અને લાઈસન્સ ફીના 1.47 લાખ કરોડ રૂપિયા બાકી છે, એમાંથી માત્ર રિલાયન્સ જીઓએ લગભગ 195 કરોડ રૂપિયાની બાકી રકમની ચુકવણી કરી છે. આ અંગે જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે ભારતી એરટેલ, વોડાફોવ. એમટીએનએલ, બીસીએનએલ, રિલાયન્સ કોમ્યુનિકેશન, ટાટા ટેલીકોમ્યુનિકેશન્સ અને અન્ય મેનેજિંગ ડાયેક્ટર્સને 17 માર્ચ હાજર થવા માટે કહ્યું છે.

સુપ્રીમ કોર્ટની નારાજગીનું કારણ?
દૂરસંચાર વિભાગના મહેસૂલ કેસ સાથે જોડાયેલા એક ડેસ્ક અધિકારીએ ગત દિવસોમાં એટોર્ની જનરલ અને બંધારણીય પદો પર બેઠેલા અન્ય અધિકારીઓને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આગામી આદેશ સુધી ટેલીકોમ કંપનીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે, ભલે તેઓ AGR કેસમાં બાકીની ચુકવણી કરે કે ન કરે.

સુપ્રીમ કોર્ટે અધિકારીને કહ્યું કે, એક કલાકમાં આદેશ પાછા લઈ લો
આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે અમે પહેલા જ ટેલીકોમ કંપનીઓને ચુકવણીનો આદેશ આપી ચુક્યા છીએ, તો કોઈ ડેસ્ક અધિકારી આવો આદેશ કેવી રીતે આપી શકે છે? અમને નથી ખબર કે માહોલ કોણ બગાડી રહ્યું છે. શું દેશમાં કોઈ કાયદો જ વધ્યો નથી? કોઈ અધિકારી કોર્ટના આદેશ વિરુદ્ધ જવાની હિંમત કરી શકે છે તો કોર્ટને તાળા લગાવી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી કે જો કોઈ અધિકારીએ એક કલાકની અંદર આદેશ પાછો ન લીધો તો તેને જેલમાં ધકેલી દેવાશે.

1.47 લાખ કરોડમાં કોઈ કંપની કેટલું બાકી

કંપની બાકી(રૂપિયા)
વોડાફોન-આઈડિયા

53,038 કરોડ

ભારતી એરટેલ 35,586 કરોડ
ટાટા ટેલી 13,823 કરોડ
રિલાયન્સ જીઓ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ,બીએસએનએલ અને એમટીએનએલ પર દેવું 45,000 કરોડ
તમામ કંપનીઓ પર વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ દેવું 1,47000 કરોડ
રિલાયન્સ જીઓએ ચુકવ્યા -195 કરોડ
હવે અન્ય કંપનીઓ પર દેવું 1,46,805 કરોડ

ટેલીકોમ કંપનીઓના શેર 15% સુધી ગગડ્યાં

કંપની શેરમાં ઘટાડો
વોડાફોન-આઈડિયા

14.51%

ભારતી ઈન્ફ્રાટેલ 5.36%
ટાટા ટેલી 9.89%

X
Vodafone Idea AGR Issue | Bharti Airtel, Vodafone Idea AGR Dues Supreme Court Today Latest News and Updates
Vodafone Idea AGR Issue | Bharti Airtel, Vodafone Idea AGR Dues Supreme Court Today Latest News and Updates

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી