મુંબઈ / સિંગાપુરની વર્ચુઅસ રિટેલે 700 કરોડ રૂપિયામાં રેમન્ડ પાસેથી 20 એકર જમીન ખરીદી

Virtual Retail of Singapore buys 20 acres from Raymond for Rs 700 crore

  • ખરીદવામાં આવેલી જમીન પર રિટેલ પ્રોજેકટની યોજના, વર્ચુઅસ રિટેલે તેમાં બીજા 1700 કરોડનું રોકાણ કરશે
  • આ પ્રોજેક્ટ દ્વારા અગામી 4 વર્ષમાં 4000 સ્થાયી. 7000 અસ્થાયી જોબ મળશે
  • ડીલની માહિતી બાદ રેમન્ડનો શેર ઉછળ્યો, 10% વધારા સાથે બંધ

Divyabhaskar.com

Oct 09, 2019, 05:48 PM IST

મુંબઈઃ સિંગાપુરની કંપની વર્ચુઅસ રિટેલે સાઉથ એશિયાએ 700 કરોડ રૂપિયામાં રેમેન્ડ પાસેથી મુંબઈમાં 20 એકર જમીન ખરીદી છે. આ સાઈટ પર રિટેલ પ્રોજેક્ટ ડેવલોપ કરવા માટે વર્ચુઅસ રિટેલ બીજા 1,700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ બુધવારે આ માહિતી આપી છે. વર્ચુઅસ રિટેલ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ જેન્ડરની રિટેલ કંપની છે.

37 લાખ સ્કેવર ફીટમાં સિટી સેન્ટર બનાવવાની યોજના

  • રેમન્ડ સાથેની ડીલ પર વર્ચુઅસ રિટેલના ફાઉન્ડર અને ચેરમેન સિદ યોગે કહ્યું કે પ્રમુખ મેટ્રોપિલિટન બજારમાં આટલી જમીનનો સોદો ઓછો કહેવાય. અમે મુંબઈમાં અમારો પોર્ટફોલિયો વધારવા માટે ધીરજ રાખીને યોગ્ય સમયની રાહ જોઈ.
  • વર્ચુઅસ રિટેલેની મુંબઈમાં 37 લાખ સ્કેવેર ફીટના એરિયામાં સિટ સેન્ટર બનાવવાની યોજના છે. તેમાં 24 લાખ સ્કેવર ફીટમાં વીઆર રિટેલ મોલ બનશે. તેમાં નેશનલ, ઈન્ટરનેશનલ બ્રાન્ડના શોરૂમ બનશે.
  • મોલ તૌયાર થયા બાદ વાર્ષિક 2 કરોડ ગ્રાહક આવવાની શકયતા છે. મોલ દ્વારા 4,000 લોકોને નોકરીઓ મળશે. ડેવલોપમેન્ટ દરમિયાન અગામી ચાર વર્ષમાં કનસ્ટ્રક્શનમાં 7,000 લોકોને રોજગારીની તક મળશે.
  • વર્ચુઅસ રિટેલ સાઉથ બેંગલુરુ અને દિલ્હીમાં પણ મોલ બનાવી રહી છે. તે અગામી વર્ષે મે અથવા ઓગસ્ટમાં ખુલવાની શકયતા છે. કંપનીના એક્ઝિક્યુટિવ એમડી રોહિત જોર્જનું કહેવું છે કે વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટની માંગ વધી રહી છે. તેનાથી ગ્રાહકોની પ્રાથમિકતાઓમાં ફેરફાર અને નવી જીવનશૈલીનો ખ્યાલ આવે છે.
X
Virtual Retail of Singapore buys 20 acres from Raymond for Rs 700 crore
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી