નોટિસ / USFDA દ્વારા ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના ઈન્દ્રદ સ્થિત સૌથી મોટા પ્લાન્ટ માટે વાર્નિંગ લેટર અપાયો

ટોરેન્ટ ફાર્માના ઈન્દ્રદ પ્લાન્ટની ફાઈલ તસવીર
ટોરેન્ટ ફાર્માના ઈન્દ્રદ પ્લાન્ટની ફાઈલ તસવીર

  • આ પ્લાન્ટમાં બનતી 80% દવાઓ અમેરિકન માર્કેટમાં નિકાસ થાય છે

Divyabhaskar.com

Oct 10, 2019, 08:49 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: ગુજરાતની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ટોરેન્ટ ફાર્માને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી ઈન્દ્રદ પ્લાન્ટ માટે વોર્નિંગ લેટર આપવામાં આવ્યો છે. કંપનીને આ લેટર USFDA દ્વારા ઓગસ્ટ 2019માં તેના નિરીક્ષણને ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ (ઓએઆઈ) તરીકે વર્ગીકૃત કરાયાના સંદર્ભમાં આપવામાં આવ્યો છે જે દર્શાવે છે કે કંપનીમાં રેગ્યુલેટરી અને એડમિનિસ્ટ્રેટીવ એક્શનની જરૂર છે. ટોરેન્ટનો દહેજ પ્લાન્ટ, યુ.એસ. સપ્લાય માટે પણ મહત્વપૂર્ણ છે અને તે પહેલાથી જ USFDAની સત્તાવાર કાર્યવાહી સૂચવેલ સ્થિતિ હેઠળ છે.

ટોરેન્ટ માટે અમેરિકામાં નિકાસ માટે ઈન્દ્રદ મહત્વનો પ્લાન્ટ
ટોરેન્ટ ફાર્મા માટે યુ.એસ.ની આવકના 80%થી વધુ ફાળો ઇન્દ્રદ પ્લાન્ટમાંથી આવે છે જે તૈયાર ઉત્પાદ અને સક્રિય ફાર્મા ઘટકો પૂરા પાડે છે. USFDAએ ચાલુ વર્ષે 8 અને 16 એપ્રિલ વચ્ચે ઈન્દ્રદ પ્લાન્ટમાં ઇન્સ્પેકશન કર્યું હતું અને તેના આધારે ચાર ઓબ્ઝર્વેશન પણ આપવામાં આવ્યા હતા. ટોરેન્ટ ફાર્માની કુલ આવકમાં અમેરિકી બજારનો હિસ્સો લગભગ 18.5% જેટલો થાય છે.

લેટરથી આ પ્લાન્ટના કામકાજને અસર નહિ થાય
કંપનીએ જણાવ્યું હતું કે, લેટરથી આ પ્લાન્ટના કામકાજને કોઈ અસર થશે નહિ તેમજ પુરવઠો પણ ખોરવાશે નહિ. આનાથી આ પ્લાન્ટની હાલની રેવન્યુને પણ અસર થશે નહિ. અમે એજન્સી સાથે રહીને આ મુદ્દાને વહેલી તકે નિરાકરણ લાવવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. કંપની તેની તમામ સુવિધાઓમાં પાલન અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનના ઉચ્ચતમ ધોરણોને જાળવવા પણ પ્રતિબદ્ધ છે.

X
ટોરેન્ટ ફાર્માના ઈન્દ્રદ પ્લાન્ટની ફાઈલ તસવીરટોરેન્ટ ફાર્માના ઈન્દ્રદ પ્લાન્ટની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી