તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાના સાંસદે કહ્યું- માર્ક ઝ્કરબર્ગને જેલ થવી જોઈએ, તે લોકો સાથે જુઠ્ઠું બોલ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચ ફર્મ કેબ્રિજ એનાલિટિક્સે ફેસબુકના 8.7 કરોડ યુઝરના ડેટા પ્રાપ્ત કર્યા હતા
  • ફેડરલ ટ્રેડ કમીશન આ મામલમાં ફેસબુક પર 34 હજાર કરોડ રૂપિયા દંડ લગાવી ચૂક્યું છે

વોશિંગ્ટનઃ અમેરિકાના સાંસદ રોન વાઈડેને ગત સપ્તાહમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ફેસબુકના સીઈઓ માર્ક ઝ્કરબર્ગને જેલી થવી જોઈએ, તે ડેટા લીક મામલામાં અમેરિકાના નાગરિકો સાથે ઘણીવાર જુઠ્ઠું બોલ્યા છે. વાઈડેને કહ્યું કે ઝ્કરબર્ગને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવો જોઈએ. તેમણે ઘણાં બધા લોકોને દુઃખ પહોંચાડ્યું છે. વાઈડેનનો ઈન્ટરવ્યુ ગત મંગળવારે મીડિયામાં આવ્યો.
વાઈડેને 2018માં કન્ઝ્યુમર ડેટા પ્રોટક્શન બિલનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ અંતર્ગત ફેડરલ ટ્રેડ કમીશન(એનફટીસી)નને ગ્રાહકોના ખાનગી નિયમનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર મળશે. બિલમાં દોષી ઠેરવવામાં આવેલી કંપનીઓના અધિકારીઓને 20 વર્ષ સુધીની જેલ અને 50 લાખ ડોલરનો ખાનગી દંડનો પ્રાવધાન છે. 
જુલાઈમાં એફટીસીએ ફેસબુક પર 5 અબજ ડોલર(34,000 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો હતો. આ એફટીસી દ્વારા કોઈ ટેક કંપની પર અત્યાર સુધીમાં કરવામાં આવેલો સૌથી વધુ દંડ છે. એફટીસીએ માર્ચ 2018માં પ્રાઈવસી સાથે જોડાયેલા મામલામાં ફેસબુકની વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. એફટીસીએ કહ્યું કે રિસર્ચ ફર્મ કેબ્રિજ એનાલિટક્સે ફેસબુકના 8.7 કરોડ યુઝરના પ્રાઈવેટ ડેટા પ્રાપ્ત કર્યા હતા. ફેસબુકે આ અંગે યુઝરને કહેવું જોઈતું હતું.

અન્ય સમાચારો પણ છે...