વિસ્તરણ / ઉબર ડિસેમ્બર સુધીમાં રાજકોટ અને વાપીમાં ઓટો રીક્ષા સર્વિસ શરુ કરશે

ઉબર ઇન્ડિયા એસએ રાઇડશેરિંગના હેડ ઓફ વેસ્ટ ક્રિષ્ના વીર સિંઘ
ઉબર ઇન્ડિયા એસએ રાઇડશેરિંગના હેડ ઓફ વેસ્ટ ક્રિષ્ના વીર સિંઘ

  • થોડા દિવસો પૂર્વે મહેસાણા, આણંદ અને નડિયાદમાં સર્વિસ શરુ કરી

Divyabhaskar.com

Nov 08, 2019, 06:22 PM IST

બિઝનેસ ડેસ્ક અમદાવાદ: પર્સનલ મોબિલિટી કંપની ઉબર ગુજરાત ખાતે પોતાની સર્વિસ વધારવા સક્રિય બની છે. આ માટે કંપનીએ આ વર્ષે ડિસેમ્બર અંત સુધીમાં રાજકોટ અને વાપીમાં ઓટો સર્વિસ શરુ કરવાની યોજના બનાવી છે. ઉબરે 4 નવેમ્બરના રોજ રાજ્યમાં મહેસાણા, આણંદ અને નડિયાદમાં સર્વિસ શરુ કરી છે. કંપનીએ ગુજરાતમાં ચાર વર્ષ પહેલા અમદાવાદથી કેબ સર્વિસ શરુ કરી હતી અને બે વર્ષ પહેલા ઓટો સર્વિસ શરુ કરી હતી. ઉબર ઇન્ડિયા એસએ રાઇડશેરિંગના હેડ ઓફ વેસ્ટ ક્રિષ્ના વીર સિંઘે જણાવ્યું હતું કે, આ વર્ષે ઉબર ઓટો ટ્રીપ્સમાં 2.5 ગણાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે અને હવે ભારતમાં અમદાવાદ ઉબર માટે 10,000થી વધુ ડ્રાઇવર-પાર્ટનર્સ સાથે 10મું સૌથી મોટું માર્કેટ છે.

અમદાવાદમાં ઉબરની મહીને 10 લાખથી વધુ રાઇડ્સ
ક્રિષ્ના વીર સિંઘે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એકલા અમદાવાદમાં જ અમારી મહીને 10 લાખથી વધુની રાઇડ્સ થાય છે. અનુકૂળ પીક-અપ વિકલ્પો, સરળ રાઇડ્સ અને ડિજિટલ પેમેન્ટના વિકલ્પોને કારણે ઉબર ઓટો શહેરમાં મુસાફરો માટે મુસાફરીનો લોકપ્રિય વિકલ્પ બન્યું છે. આ વર્ષની શરૂઆતમાં સુરત અને વડોદરામાં તેના લોન્ચ બાદ કંપનીને સારો પ્રતિસાદ મળ્યો છે.

ઇન્ટરસિટી ટ્રાવેલ માટે બુકિંગ વધી રહ્યું છે

સિંઘે કહ્યું કે, અમદાવાદથી વડોદરા માટેના ઉબર ઇન્ટરસિટી રૂટ માટે અમદાવાદ કેન્દ્રસ્થાને રહ્યું છે. હાલમાં ઉબર ઇન્ટરસિટી રૂટ સમગ્ર ગુજરાતમાં 20થી વધુ ડેસ્ટિનેશન્સને આવરી લે છે. ઓન ડિમાન્ડ કાર, સુરક્ષિત અને વાજબી રાઇડ્સ, ટોપ-રેટેડ ડ્રાઇવર પાર્ટનર્સ સાથે મજબૂત સુરક્ષા પ્રોફાઇલને કારણે ઉબર ઇન્ટરસિટી ગ્રાહકોમાં ઝડપથી લોકપ્રિય વિકલ્પ બની રહ્યું છે.

X
ઉબર ઇન્ડિયા એસએ રાઇડશેરિંગના હેડ ઓફ વેસ્ટ ક્રિષ્ના વીર સિંઘઉબર ઇન્ડિયા એસએ રાઇડશેરિંગના હેડ ઓફ વેસ્ટ ક્રિષ્ના વીર સિંઘ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી