પાકિસ્તાન / ટામેટાની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો, મંત્રીએ કહ્યું- ભારત સાથેનો વેપાર રોકવાથી દેશમાં મોંઘવારી વધી

કરાચીમાં ટામેટા વેચતા એક શાકભાજી વિક્રેતા.- ફાઈલ ફોટો
કરાચીમાં ટામેટા વેચતા એક શાકભાજી વિક્રેતા.- ફાઈલ ફોટો

  • આર્થિક મામલાના મંત્રી હમાદ અઝહરે કહ્યું- કેન્દ્ર સરકાર સસ્તા બજાર માટે રાજ્ય સરકારો સાથે વાત કરી રહી છે
  • પાકિસ્તાનમાં હાલ ટામેટા, લીલા મરચા, ડુંગળી સહિતના અન્ય શાકભાજીઓની કિંમતોમાં ઘણો વધારો થયો છે 

Divyabhaskar.com

Dec 04, 2019, 06:28 PM IST

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના આર્થિક મામલાના મંત્રી હમાદર અઝહરે મંગળવારે કહ્યું કે ભારતની સાથેના વેપાર પર પ્રતિબંધ લાગવાને કારણે દેશમાં મોંઘવારી વધી છે. તેમણે માન્યુ કે મૌસમી કારણો અને મધ્યસ્થીઓની ભૂમિકાને કારણે મોંઘવારી વધી છે. પાકિસ્તાનમાં હમણાંથી સતત શાકભાજીની કિંમતો વધી રહી છે. ટામેટાની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ છે. લીલા મરચા, ડુંગળી અને અન્ય શાકભાજીઓની કિંમતોમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે.

મંત્રી અઝહરે કહ્યું- પાકિસ્તાનની કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે સસ્તું બજાર શરૂ કરવા બાબતે વાત કરી રહી છે. લોકોની સગવડતા માટે સ્થાનિક વહીવટી તંત્ર ઓછી કિંમત પર ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં મોંઘવારી ઓછી થશે. સરકાર બીજા દેશોમાંથી આયાત થતી શાકભાજીઓની માત્રામાં વૃદ્ધિ કરવા પર પણ વિચાર કરી રહી છે.

ભારત મોટા પ્રમાણમાં પાકિસ્તાનમાં શાકભાજી મોકલતું હતું

ભારત સરકારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવી દીધી હતી. બાદમાં પાકિસ્તાને ભારત સાથે સ્ટ્રેટેજિક સબંધ ઓછા કર્યા હતા. ગત મહિને પાકિસ્તાને ઈરાનમાંથી શાકભાજીની નિકાસ કરવાનો નિર્ણય લીધો હતો. હાલ અફધાનિસ્તાન પાકિસ્તાનમાં શાકભાજી મોકલે છે.

પાકિસ્તાનમાં શાકભાજીની કિંમત

શાકભાજી

પહેલાની કિંમત(પ્રતિ કિલો) હાલની કિંમત(પ્રતિ કિલો
ટામેટા રૂ.120-150 રૂ.320-350

લીલા મરચા

રૂ.12-15

રૂ.120-150
ડુંગળી રૂ.40-50 રૂ.120-140
દૂધી રૂ.40-50 રૂ.80-100
કોબી રૂ.30-40 રૂ.80-90
લીલા વટણ રૂ.12-15 રૂ.140-150
X
કરાચીમાં ટામેટા વેચતા એક શાકભાજી વિક્રેતા.- ફાઈલ ફોટોકરાચીમાં ટામેટા વેચતા એક શાકભાજી વિક્રેતા.- ફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી