રિપોર્ટ / બેન્કના ડિપોઝીટર્સની રકમનું ઈન્શ્યોરન્સ કવર વધારવાની જરૂરિયાત

The need to increase the insurance cover for bank depositors

  • એસબીઆઈના રિપોર્ટ મુજબ પીએમસી બેન્કના કૌભાંડને જોતા તેની જરૂરિયાત અનુભવાઈ
  • હાલ 1 લાખ રૂપિયા સુધીના ઈન્શ્યોરન્સ કવરની સુવિધા છે

Divyabhaskar.com

Oct 07, 2019, 05:48 PM IST

મુંબઈઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ(PMC)બેન્કના ગોટાળાને જોતા જમાકર્તાઓની રકમનું ઈન્શ્યોરન્સ કવર વધારવાની જરૂરિયાત છે. સોમવારે બહાર આવેલા એસબીઆઈના રિસર્ચ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશને(ડીઆઈસીજીસી) બેન્ક એકાઉન્ટહોલ્ડર્સને 1 લાખ રૂપિયા સુધીની રકમ(મૂળધન અને વ્યાજ)ના વીમાની સુવિધા આપે છે.

સિનિયર નાગરિકો માટે અલગ પ્રાવધાન હોવા જોઈએઃ રિપોર્ટ

એસબીઆઈના રિપોર્ટ મુજબ ડીઆઈજીસીનું કવરેજ વધારવાની સાથે બે કેટેગરી હોવી જોઈએ. બચત ખાતા માટે ઓછામાં ઓછા એક લાખ અને સ્થિર થાપણ ખાતાઓ માટે ઓછામાં ઓછા 2 લાખનું કવરેજ હોવું જોઈએ. વરિષ્ઠ નાગરિકો માટે અલગથી પ્રાવધાન હોવું જોઈએ.

એનપીએની માહિતી છૂપાવવા અને બીજી અનિયમિતતાઓના કારણે પીએમસી બેન્ક પર આરબીઆઈએ ગત મહિને 6 મહીના માટે પ્રતિબંધ લગાવ્યો છે. અગાઉ એકાઉન્ટહોલ્ડર્સ માટે રકમ વિડ્રોઅલની લિમિટ 1000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જોકે ગ્રાહકોના હિતોનું ધ્યાન રાખીને બાદમાં લિમિટ વધારીને 25 હજાર રૂપિયા કરવામાં આવી છે.

X
The need to increase the insurance cover for bank depositors
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી