- જુલાઈમાં જીએસટી કલેક્શન 1,02,083 કરોડ રૂપિયા રહ્યું હતું
- ઓગસ્ટથી ઓક્ટોબર સુધી જીએસટી ક્લેક્શનમાં ઘટાડો નોંધાયો
- 30 નવેમ્બર સુધી 77.83 લાખ જીએસટીઆર-3બી ફોર્મ ભરવામાં આવ્યા
Divyabhaskar.com
Dec 01, 2019, 04:28 PM ISTનવી દિલ્હી: સરકારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)થી નવેમ્બર મહિનામાં ત્રણ મહિના બાદ એક લાખ કરોડ રૂપિયાથી વધુ પ્રાપ્ત થયું. નાણાં મંત્રાલય દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ, ગત મહિનામાં જીએસટી ક્લેક્શન 1,03,492 કરોડ રૂપિયાએ પહોંચી ગયું. આ આંકડાઓ નવેમ્બર 2018માં પ્રાપ્ત રેવન્યુથી લગભગ 6 ટકા વધુ છે.
નવેમ્બરમાં જીએસટી ક્લેક્શન
ટેક્સ | કલેક્શન(રૂપિયામાં) |
સીજીએસટી | 19,592 |
એસજીએસટી | 27,144 |
આઈજીએસટી | 49,028 |
સેસ | 7,727 |
કુલ | 1,03,491 |
છેલ્લા પાંચ મહિનામાં જીએસટી ક્લેક્શન
જીએસટી | જીએસટી કલેક્શન(રૂપિયામાં) |
જુલાઈ | 1,02,083 |
ઓગસ્ટ | 98,202 |
સપ્ટેમ્બર | 91,916 |
ઓક્ટોબર | 95,380 |
નવેમ્બર | 1,03,492 |
સરકારે આઈજીએસટીથી 25,150 કરોડ રૂપિયા અને સીજીએસટીથી 17,431 કરોડ રૂપિયા એસજીએસટીના ખાતમાં ટ્રાન્સફર કર્યા છે. નિયમિત ફાળવણી બાદ નવેમ્બરમાં કેન્દ્ર સરકારની કુલ જીએસટી રેવન્યુ 44742 કરોડ રૂપિયા અને રાજ્યોની કુલ રકમ 44576 કરોડ રૂપિયા રહી છે.