શેરબજાર / સેન્સેક્સ 266 અંક વધીને 38,823 પર, નિફ્ટી 11,583 પર બંધ

The Sensex rose 266 points to close at 38,823, the Nifty closed at 11,583

  • ઈન્ડિગો શેર 3% ઘટ્યો, પ્રમોટર્સના વિવાદના કારણે વેચવાલી ચાલુ; બુધવારે 11% ઘટ્યો હતો
  • મેટલ અને બેન્કિંગ સેકટરના શેરમાં સારી ખરીદી, વેદાંતનો શેર 2% ઘટ્યો 

Divyabhaskar.com

Jul 11, 2019, 05:16 PM IST

મુંબઈઃ શેરબજાર છેલ્લા 4 સત્રોના ઘટાડા બાદ ગુરૂવારે વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સે 266.07 અંકના વધારા સાથે 38,823.11 પર કારોબાર ખત્મ કર્યો. નિફ્ટીનું ક્લોઝિંગ 84 અંક પર 11,582.90 પર થયું હતું. સેન્સેક્સના 30માંથી 23 અને નિફ્ટીના 50માંથી 40 શેર વધારા સાથે બંધ થયા હતા. એનએસઈના તમામ સેકટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં. મીડિયા ઈન્ડેક્સમાં સૌથી વધુ 2.75 ટકા તેજી આવી. ઝી એન્ટરટેન્ટમેન્ટના શેરમાં 7.5 ટકા ઉછાળો આવ્યો.

એસબીઆઈના શેરમાં 1 ટકા વધારો

વેદાંતાના શેરમાં 1.9 ટકા અને ટાટા સ્ટીલમાં 1.83 ટકા ઉછાળો આવ્યો. એસબીઆઈમાં 1.21 ટકા, ઓએનજીસી અને પાવર ગ્રીડમાં 1-1 ટકા તેજી જોવા મળી. બીજી તરફ બજાજ ફાઈનાન્સનો શેર 1.5 ટકા ઘટ્યો હતો. ટેક મહિન્દ્રામાં 0.88 ટકા ઘટાડો નોંધાયો હતો.

ઈન્ડિગોનો શેર 2 દિવસમાં 14% તૂટ્યો

શેર 3% નુકસાનમાં રહ્યો. કારોબાર દરમિયાન 6 ટકા ઘટાડો નોંધાયો હતો. બુધવારે 11 ટકા નુકસાનની સાથે બંધ થયો હતો. એરલાઈનના પ્રમોટર્સના વિવાદના કારણે શેરનું વેચાણ થઈ રહ્યું છે.

રેલિગેયરના શેરમાં 10 ટકા ઉછાળો, અપર સર્કિટ લાગી

બીએસઈ પર શેર 9.99 ટકા વધીને 42.95 રૂપિયા પર અને એનએસઈ પર 9.96 ટકા વધીને 43.05 રૂપિયા પર પહોંચી ગયો છે. બંને એક્સચેન્જ પર શેરમાં અપર સર્કિટ લાગી ગઈ અને ટ્રેડિંગ રોકવામાં આવ્યુ છે. કંપનીએ બુધવારે જણાવ્યું હતું કે સબસિડિયરી કંપની રેલિગેયર ફિનવેસ્ટ(આરએફએલ)માં સમગ્ર હિસ્સો વેચશે.

X
The Sensex rose 266 points to close at 38,823, the Nifty closed at 11,583
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી