આર્થિક સુસ્તીની અસર / એક વર્ષમાં 16 લાખ રોજગાર ઘટશે, ઈન્ક્રીમેન્ટ પર પણ અસર થવાની શકયતા; ચિદમ્બરમે કહ્યું- આ જ સ્થિતિ રહી તો યુવાઓ રોષે ભરાશે

The probability of a loss of employment of 16 million a year may also affect wage growth

  • SBIના રિપોર્ટ મુજબ 2019-20માં નવા રોજગારની સંખ્યા 73.9 લાખ રહેવાની શકયતા છે
  • બેરોજગારીનો દર પહેલેથી 45 વર્ષના ઉચ્ચ સ્તર પર, તેમાં વધારો થવાથી સરકાર પર દબાણ વધશે

Divyabhaskar.com

Jan 14, 2020, 04:08 PM IST

મુંબઈઃ ગત નાણાંકીય વર્ષ(2018-19)ની સરખામણીએ આ વર્ષે (2019-20) રોજગારીની લગભગ 16 લાખ તક ઘટવાનું અનુમાન છે. SBIના રિસર્ચ રિપોર્ટ ઈકોરેપમાં આ શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તે મુજબ અર્થવ્યવસ્થામાં સુસ્તીના કારણે રોજગારને અસર થઈ રહી છે. આસામ, બિહાર, રાજસ્થાન, ઓડિશા અને ઉતર પ્રદેશમાં પૈસા મોકલવા(રેમિટેન્સ)માં ઘટાડો થવાથી ખ્યાલ આવે છે કે કોન્ટ્રાકટવાળા કામ ઘટી રહ્યાં છે. રિપોર્ટ મુજબ 5 વર્ષમાં ઉત્પાદકતા વૃદ્ધિ દર 9.4 ટકાથી 9.9 ટકાની વચ્ચે રહ્યો. આ વર્ષે ઈન્ક્રીમેન્ટ પણ ઓછું થવાની શકયતા છે.

પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમે મંગળવારે કહ્યું કે જો આજ રીતે બેરોજગારી વધતી રહી અને સેલેરી ઘટતી રહી તો ડર એ વાતનો છે કે યુવાઓ અને વિદ્યાર્થીઓનો ગુસ્સો ભડકશે. દેશ પહેલેથી જ CAA અને NPRના વિરોધમાં છે. મોંઘવારી વધવાથી અને અર્થવ્યવસ્થા નબળી પડવાથી દેશ માટે મોટો ખતરો સર્જાશે. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌનવ્રત ધારણ કરીને લોકોને ભ્રમમાં મૂકી શકશે નહિ. તે સામે આવે અને મોંઘવારી ઓછી કરવા માટે અગામી 30 દિવસનો રોડમેપ બતાવે.

સ્થાયી નોકરીઓમાં પણ 39000 તક ઘટશે: રિપોર્ટ

EPFOના આંકડાઓ મુજબ 2018-19માં દેશમાં 89.7 લાખ રોજગાર વધ્યા, જોકે 2019-20માં આ આંકડામાં 15.8 લાખનો ઘટાડો થઈ શકે છે. EPFOના આંકડામાં 15,000 રૂપિયા સુધીનું વેતન ધરાવનાર કામનો સમાવેશ થાય છે. ઈકોરેપ રિપોર્ટ મુજબ, એપ્રિલથી ઓક્ટોબર 2019 સુધી 43.1 લાખ નવા કર્મચારીઓ જોડાયા. તે આધાર મુજબ નાણાંકીય વર્ષ પુરુ થવા સુધી(માર્ચ સુધી) આ આંકડો 73.9 લાખ રહેવાની શકયતા છે.

EPFOના આંકડાઓમાં સરકારી અને પ્રાઈવેટ નોકરીઓનો સમાવેશ થતો નથી, કારણ કે તેની ગણતરી નેશનલ પેન્શન સ્કીમ(NPS)માં થાય છે. જોકે હાલના ટ્રેન્ડને જોતા NPS અંતર્ગત આવનાર રોજગારમાં પણ આ વર્ષે 39,000 તકો ઘટવાની શકયતા છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ બેરોજગારી પહેલેથી 45 વર્ષમાં સૌથી વધુ છે. એવામાં રોજગાર ઘટવાથી સરકારની મુશ્કેલીઓમાં વધારો થશે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ મુજબ 2018માં આત્મહત્યા કરનારમાં 12 હજારથી વધુ લોકો બેરોજગારીથી હેરાન હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેવાળીયા પ્રક્રિયામાં પહોંચેલા કેસોની પતાવટમાં વિલંબ થતો હોવાના પગલે કંપનીઓ કોન્ટ્રાકટ વાળા કામમાં ઘટાડો કરી શકે છે. છેલ્લા થોડા વર્ષોમાં બીજા રાજ્યોમાં જઈને કામ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. અસમાન વિકાસના કારણે કૃષિ અને ઔદ્યોગિક રીતે ઓછા વિકસિત રાજ્યોના લોકો બીજા રાજ્યોમાં જાય છે. જેમ કે ઉતરપ્રદેશ, બિહાર, દક્ષિણ મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનના શ્રમિકો પંજાબ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવે છે.

X
The probability of a loss of employment of 16 million a year may also affect wage growth
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી