રિપોર્ટ / મકાન માલિકે ભાડુંઆતને ત્રણ મહિન પહેલા ભાડું વધારવાની નોટિસ આપવાની રહેશે

The landlord will have to give notice of raising rent before three months

  • કેન્દ્ર સરકાર મોડલ ભાડુંઆત કાયદો લાવવાની તૈયારીમાં, ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અંતિમ રૂપ અપાઈ રહ્યું છે
  • મકાન અને દુકાન માલિક બે મહિનાથી વધુનું એડવાન્સ ભાડું માંગી શકશે નહિ

Divyabhaskar.com

Jul 12, 2019, 04:09 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મોડલ ભાડૂઆત કાયદાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. પ્રસ્તાવ મુજબ મકાન માલિકે ભાડું વધારતા પહેલા લેખિતમાં નોટિસ આપવી પડશે. જયારે મકાન કે પરિસર ખાલી કરવાની નોટિસનો સમયગાળો પસાર થઈ ગયા બાદ પણ જો તેમાં ભાડુંઆત રોકાય તો તેણે બે ગણું ભાડું આપવાનું રહેશે અને તેનાથી વધુ સમય સુધી રહેવા પર ચાર ગણું વધુ ભાડું આપવું પડશે.

દેશમાં ભાડાના કાયદાને નવેસરથી લાગુ કરવા માટે સરકારે આ તૈયારી કરી છે. પ્રસ્તાવિત કાયદામાં જિલ્લા કલેકટરને આ માટે ઓથોરિટી નિમવાની વાત કહેવામાં આવી છે. મોડલ ભાડંુઆત કાયદામાં મકાન અથવા દુકાન ભાડેથી રાખનાર પાસેથી મકાન માલિક એડવાન્સના નામે બે મહીનાના ભાડાની રકમથી વધુની માંગ કરી શકશે નહિ.

મકાન માલિકની ચિંતા દૂર કરવા માટે સરકાર આ કાયદો લાવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનવવામા આવેલા મંત્રીઓનું ગ્રુપ તેની પર ઝડપથી કામ કરી રહ્યું છે. મંત્રીઓના આ ગ્રુપમાં કાયદામંત્રી અને આવાસ મંત્રી સામેલ છે. આ મોડલ ભાડુંઆત અધિનિયમના મુદ્દાને લઈને જૂનમાં બે બેઠક થઈ હતી. આશા છે કે ઓગસ્ટ મહીનામાં આ મુદ્દાને કેબિનેટની મંજૂરી મળી શકે છે. જુલાઈના અંતમાં ફરીથી બેઠક થશે.

X
The landlord will have to give notice of raising rent before three months
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી