તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Internet Connects The World But We Are Thirsty For Intimacy, It Will Be Realized In The Next 5 Years: Zuckerberg

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરનેટે દુનિયાને જોડી પરંતુ આપણે આત્મીયતા માટે તરસી ગયા, આગામી 5 વર્ષમાં તેનો એહસાસ થશે: ઝકરબર્ગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્ક ઝકરબર્ગ પત્ની અને દીકરીઓ સાથે - Divya Bhaskar
માર્ક ઝકરબર્ગ પત્ની અને દીકરીઓ સાથે
  • ફેસબુકના ફાઉન્ડર અને CEOનો વાર્ષિક બ્લોગ
  • ઝકરબર્ગ નવા વર્ષની શરૂઆતમાં નવા સંકલ્પ લે છે
  • આ વખતે વાર્ષિક પડકારો નહીં પરંતુ દાયકાના લક્ષ્ય નક્કી કર્યા

કેલિફોર્નિયા: ફેસબુકના ફાઉન્ડર અને CEO માર્ક ઝકરબર્ગ(35)ને ડાઉન ટાઇમ જોઇએ છે કારણ કે તેઓ પરિવાર અને મિત્રોને સમય આપવા માગે છે. તેમણે તેમના વાર્ષિક બ્લોગ અને કમેન્ટ્સમાં આ વાતો શેર કરી. ઝકરબર્ગે લખ્યું-

  • ''આપણને સૌને પોતાના માટે સ્પેસની જરૂરિયાત રહે છે જેથી ખુદને સમય આપી શકીએ, આ દરમિયાન એ ચિંતા ન હોવી જોઇએ કે આપણું વ્યક્તિત્વ શું છે. મને તેની ઘણી જરૂર છે કારણ કે મારું જીવન ખૂબ જ સાર્વજનિક બની ગયું છે. મને પરિવાર અને મિત્રો માટે સમય જોઇએ પરંતુ માર્ક ઝકરબર્ગ તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે. મને આશા છે કે આ વાત દરેક વ્યક્તિ સુધી પહોંચશે."
  • ''ઇન્ટરનેટ દ્વારા આપણા દાયરા, સંસ્કૃતિઓ અને તકોનો વિસ્તાર થયો. પરંતુ આટલા મોટા સમુદાયનો ભાગ હોવાના પડકારો પણ છે. તેનાથી આપણે આત્મીયતાને તરસી ગયા છીએ. જ્યારે હું નાન સૂબામાં ભણ્યો અને મોટો થયો તો પોતાના માટે સમય અને તેનો એહસાસ આસાન હતો પરંતુ અબજો લોકો વચ્ચે પોતાની એક ભૂમિકાની શોધ કરવી મુશ્કેલ હોય છે. "
  • ''આ દાયકામાં અમુક ખૂબજ અગત્યના સામાજિક માળખા ફરી આત્મીયતાનો એહસાસ કરાવવામાં આપણી મદદ કરશે. આ ક્ષેત્રમાં ઇનોવેશનને લઇને હું ખૂબજ ઉત્સાહિત છું. આગામી 5 વર્ષમાં આપણો ડિજીટલ-સામાજિક માહોલ ખૂબ અલગ હશે, ફરી ખાનગી વાતચીત પર જોર વધશે. તેનાથી નાના-નાના સમુદાય બનાવવામાં મદદ મળશે જેની આપણને સૌને જરૂરત છે. "
  • ''આ દાયકામાં દર વર્ષે પડકારોની જગ્યાએ લાંબી અવધિ પર ફોકસ કરીશ. તેના વિશે સમજવાની કોશિષ કરી રહ્યો છું કે મને દુનિયાથી શું આશાઓ છે, 2030માં મારું જીવન કેવું હશે ? ત્યાં સુધી મારી દીકરી મૈક્સ, હાઇસ્કૂલમાં ભણી રહી હશે. આપણી પાસે એવી ટેક્નોલોજી હશે કે કોઇ વ્યક્તિના દૂર હોવા છતા પણ તેની વાસ્તવિક મોજૂદગીનો એહસાસ કરી શકીશું. વૈજ્ઞાનિક રિસર્ચ ઘણી બીમારીઓથી બચવા અને તેના ઈલાજમાં મદદગાર સાબિત થશે, તેનાથી આપણું જીવન અઢી વર્ષ વધી જશે. "
  • ''મારી સમજણમાં ફેસબુક યુવાઓની કંપની છે જે નવી પેઢીના મુદ્દાઓ પર કેન્દ્રિત છે. ચાન-ઝકરબર્ગ ઇનિશિએટિવ દ્વારા અમે એવા પ્રયાસો પર ફોકસ કરી રહ્યા છીએ જેનાથી અમારા બાળકોની પેઢીને મદદ મળી શકે. તેમાં બીમારો પર રોક અને પ્રાથમિક શિક્ષાને બાળકોની જરૂરત પ્રમાણે બનાવવા જેવા લક્ષ્ય સામેલ છે. તેના માટે અમે આગામી એક દાયકામાં યુવા ઉદ્યમીઓ, વૈજ્ઞાનિકો અને આવા અન્ય વિશેષજ્ઞોને વધારે તકો અને ફન્ડિંગ આપવા પર ફોકસ કરીશું."
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો