તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય શેરબજાર દરેક વાઈરસ પછી 6 મહિનામાં 4 ગણું વધ્યું છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ભારતમાં 56 દિવસમાં 45 લાખ કરોડ Mcap ઘટ્યું
 • સાર્સ, H5N1, ઇબોલા અને ઝીકાથી નરમ પડેલો સેન્સેક્સ કોરોનાથી ક્રેશ!

મુંબઇ: વિશ્વને જ્યારે વાઈરલ રોગચાળો ભરડામાં લે છે, ત્યારે શેરબજારોને પણ નકારાત્મક અસર થઇ છે. ભૂતકાળમાં સાર્સ, H5N1, ઇબોલા અને ઝીકા જેવા ચાર વાઈરસથી ભારતીય શેરબજારોમાં 1થી 13 ટકા સુધીનો ઘટાડો જોવાયો હતો. પરંતુ જાન્યુઆરીથી વકરી રહેલા કોરોનાના કારણે શેરબજારોમાં અત્યાર સુધીમાં 47.74%નું ધોવાણ થયું છે.  સેન્સેક્સ 20 જાન્યુઆરીએ 42274 પોઇન્ટ હતો એ ઘટીને 28870 થઈ ગયો છે. 
ત્રણ વર્ષમાં પહેલીવાર સેન્સેક્સ 29000ની નીચે
બુધવારે પણ સેન્સેક્સ 1710 પોઈન્ટ ઘટીને 28870ની સપાટીએ બંધ થયો હતો જે ત્રણ વર્ષનું નીચલું સ્તર છે. શેરોમાં ઘટાડાના મુખ્ય કારણોમાં આર્થિક ગતિવિધિમાં રુકાવટ, ટેલિકોમ કંપનીઓએ ચૂકવવાના 1.47 લાખ કરોડ મામલે સુપ્રીમનું કડક વલણ, FIIની વેચવાલી તથા વૈશ્વિક શેરબજારોમાં થઈ રહેલી વધઘટ મુખ્ય છે.

ડેટા એનાલિસિસ

સાર્સમૃત્યુઆંક 813જાન્યુ. થી માર્ચ 2003માં -10.1 એપ્રિલથી સપ્ટે. 2003માં+44.5
H5N1મૃત્યુઆંક 282જાન્યુથી ઓગ.2004માં -12.3સપ્ટે.થી ફેબ્રુ.-04-05માં +28.8
ઇબોલામૃત્યુઆંક 11325ડિસે.થી 13-ફેબ્રુ. 2014માં -1.1માર્ચથી ફેબ્રુ. 2014માં  +28.3
ઝીકામૃત્યુઆંક 0નવે.2015થી ફેબ્રુ.2016માં  -13.4માર્ચથી ઓગ. 2016માં +19.7
કોરોનામૃત્યુઆંક 8000+જાન્યુ. થી માર્ચ 2020માં 47.74-

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો