તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Government Took Advantage Of Falling Crude Prices; Excise Duty On Petrol diesel Increased By Rs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રુડના ઘટેલા ભાવનો ગ્રાહકોને કોઈ લાભ નહીં; પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી રૂા.3 વધારી સરકારે લાભ મેળવી લીધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલિયમ કંપનીઓએ ભાવ ઘટાડો કર્યો હોવાથી ગ્રાહકો માટે ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં
  • એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરતા રાજકોષિય ખાધ ઘટાડવામાં મદદ મળશે
  • વર્ષની શરૂઆતમાં ક્રુડનો ભાવ બેરલ દીઠ 64 ડોલર હતો, જે હવે 32 ડોલર આસપાસ છે

બિઝનેસ ડેસ્કઃ આ સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં તીવ્ર ઘટાડો થયો છે  ત્યારે ભારતમાં ઘરઆંગણે ઈંધણના ભાવોમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતા હતી. જોકે, કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 3 વધારો કર્યો છે. સરકારે આ અંગે એક નોટિફિકેશન જારી કરીને માહિતી આપી છે. એટલે કે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધશે. પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો કર્યો છે, જોકે સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરતા હવે ઈંધણના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી નહીં પહોંચે. પણ સરકાર એક્સાઈઝ ડ્યુટી તરીકે આ લાભ મેળવશે.
સરકારના આ પગલાથી રાજકોષિય ખાધને ઘટાડવામાં મદદ મળશે. ક્રુડની ઘટતી કિંમતથી જ્યાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં પણ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સરકારે આ લાભ મેળવવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતોમાં એક્સાઈઝ ડ્યુટી, વેટ અને ડીલર કમિશનનો સમાવેશ થાય છે. 

વર્ષની શરૂઆતમાં ક્રુડનો ભાવ બેરલ દીઠ 64 ડોલર હતો
ગત સોમવારે બ્રેન્ટ ક્રુડનો ભાવ ઘટીને પ્રતિ બેરલ 31.13 ડોલર થઈ ગયો હતો. આ વર્ષની શરૂઆતમાં ક્રુડના ભાવ પ્રતિ બેરલ 64 ડોલર હતો. આ ભારે ઘટાડા બાદ પણ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ખૂબ જ વધારે છે.

મિનરલ વોટરથી પણ સસ્તુ થયુ ક્રુડ
કિંમતોની તુલના કરીએ તો ક્રુડના ભાવ હવે મિનરલ વોટરથી પણ સસ્તુ થઈ ગયું છે. એક બેરલમાં 159 લીટર ઓઈલ તોય છે.આ રીતે એક લીટર ઓઈલની કિંમત લગભગ 13-14 રૂપિયા થાય છે. જ્યારે એક લીટર મિનરલ વોટરની બોટલ ઓછામાં ઓછા રૂપિયા 15થી 20ની થાય છે.

સરકાર પ્રતિ લીટર રૂપિયા 20થી વધારે એક્સાઈઝ ડ્યુટી વસુલ કરે છે
આજે સરકારે પેટ્રોલ-ડીઝલ પર રૂપિયા 3-3 એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે, આ જેને ધ્યાનમાં લઈ પેટ્રોલ પર કુલ 22.98 એક્સાઈઝ ડ્યુટી ચુકવવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં વેટનો દર અલગ-અલગ હોય છે. આ દર રૂપિયા 15થી રૂપિયા 33-34 સુધી છે. આ ઉપરાંત ડીઝલનું કમિશન પણ પ્રતિ લીટર 3.55 સુધી હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો