તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • The E pharmacy Will Not Be Able To Store The Medicines, The Shopkeeper Will Now Deliver The Medicines To The Customers At Home

ઈ-ફાર્મસી દવા સ્ટોર કરી શકશે નહિ, હવે દુકાનદાર ગ્રાહકોને ઘરે દવા પહોંચાડશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર
  • ઓનલાઈન પ્લેટફોર્મ પર હવે માત્ર દવાનો ઓર્ડર બુક કરાવી શકાશે, ડિલિવરી જથ્થાબંધ કે છુટક વિક્રેતાઓ દ્વારા જ કરવી પડશે
  • ઈ-ફાર્મસીએ ગ્રાહકો દ્વારા આપવામાં આવેલા પ્રિસ્ક્રિપશનને પણ સુરક્ષિત રાખવ પડશે, ડોક્ટરના જણાવ્યા અનુસાર જ દવા આપવી પડશે

નવી દિલ્હી(પવન કુમાર): દવાનું ઓનલાઈ વેચાણ કરનાર ઈ-ફાર્મસી પ્લેટફોર્મ હવે દવા સ્ટોર કરી શકશે નહિ. રિટેલ કે જથ્થાબંધ વિક્રેતાઓ સાથે ટાઈ-અપ કરીને જ તે ગ્રાહકો સુધી દવાઓ પહોંચાડી શકશે. તેના માટે સ્વાસ્થ્ય મંત્રાલયે ઈ-ફાર્મસી રેગ્યુલેશનમાં ફેરફાર કર્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મ હવે માત્ર દવાનો આર્ડર બુક કરી શકશે. દવાની ડિલિવરી રિટેલ કે જથ્થાબંધ વિક્રેતાઓ દ્વારા જ કરવી પડશે. 

ઈ-ફાર્મસીએ ગ્રાહકો દ્વારા આપવામાં આવેલા પ્રિસ્ક્રિપશન પણ સુરક્ષિત રાખવા પડશે. ડોક્ટરના જણાવ્યા અનુસાર જ દવા આપવી પડશે. એન્ટીબાયોટિક્સના મામલા તેનું વિશેષ ધ્યાન રાખવું પડશે. સ્પષ્ટ નિર્દેશ છે કે પ્રિસ્ક્રિપશન વગર એન્ટીબાયોટિક્સ દવાનો આર્ડર બુક કરી શકાશે નહિ.
પ્રથમ વાર દવા સીધી ઘરે પહોંચશે
સરકાર પ્રથમ વાર દવા દુકાનદારોને પણ સીધા જ ગ્રાહકોના ઘરે જઈને દવા પહોંચાડવાનો અધિકાર આપી રહી છે. અત્યાર સુધી તેને ગેરકાયદેસર માનવામાં આવતું હતું. દેશમાં ઈ-ફાર્મસીના લગભગ 50 પ્લેટફોર્મ ચાલી રહ્યાં છે, જ્યારે દવાની લગભગ આઠ લાખ રિટેલ દુકાનો રજિસ્ટર્ડ છે. તમામ પક્ષો સાથે વાત કર્યા બાદ સ્વસ્થ્ય મંત્રાલયે આ નિર્ણય લીધો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો