એવિએશન / દેશનું સૌથી મોટું એરપોર્ટ બનાવવાનો કોન્ટ્રાકટ સ્વિસ કંપનીને મળ્યો, બિડિંગમાં અદાણીને પાછળ છોડી

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

  • દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં બનનાર આ ત્રીજું એરપોર્ટ, 2023 સુધીમાં પુરું થવાની શક્યતા
  • જેવર એરપોર્ટનું નિર્માણ 5 હજાર હેક્ટરમાં થશે, તેનો કુલ ખર્ચ 29,560 કરોડ રૂપિયા આવશે

Divyabhaskar.com

Nov 29, 2019, 10:40 PM IST

નોઈડાઃ દેશનું સૌથી મોટું એરપોર્ટ બનાવવાની જવાબદારી સ્વિઝરલેન્ડની કંપની જયુરિખ એરપોર્ટ ઈન્ટરનેશનલને આપવામાં આવી છે. તેણે શુક્રવારે દિલ્હી એરપોર્ટ લિમિટેડ(ડાયલ), અદાણી ઈન્ટરપ્રાઈઝ અને એન્કોરેજ ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ જેવી કંપનીઓને પાછળ પાડી છે. જેવર એરપોર્ટ જેને નોઈડા ઈન્ટરનેશનલ ગ્રીનફીલ્ડ એરપોર્ટ પણ કહેવામાં આવશે, તેનું નિર્માણ 5 હજાર હેકટરના ક્ષેત્રમાં થશે. તેનો ખર્ચ 29,560 કરોડ રૂપિયા આવશે. પ્રથમ ચરણમાં એરપોર્ટનો વિકાસ 1334 હેકટર ક્ષેત્રમાં કરવામાં આવશે. તેમાં 4588 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. તેનું કામ 2023 સુધીમાં પુરુ થવાની શક્યતા છે.

એરપોર્ટના મેનેજમેન્ટ માટે સરકારે નાયલની રચના કરી

એરપોર્ટ પરિયોજનાના અધિકારીએ જણાવ્યું કે સ્વિઝરલેન્ડની કંપનીએ રેવન્યુ હિસ્સાના મામલામાં પ્રતિ પેસેન્જર દીઠ સૌથી ઉંચી બોલી લગાવી. આ એરપોર્ટના મેનેજમેન્ટ માટે ઉતર પ્રદેશ સરકારે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ(નાયલ)ની રચના કરી છે.
દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં બનનાર આ ત્રીજું એરપોર્ટ હશે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ગાજિયાબાદમાં હિંડન એરપોર્ટ છે.

X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી