સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક ટુ-વ્હિલર વિકસાવવા માટે જાપાનમાં રિસર્ચ કામગીરી ચાલુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં જિક્સરનું લોન્ચિંગ કરતા સુઝુકી મોટરસાયકલ ઇન્ડિયાના વડા કોઇચિરો હીરાઓ અને સેલ્સના વાઈસ પ્રેસીડેન્ટ દેવાશીષ હાંડા તસવીરમાં નજરે પડે છે - Divya Bhaskar
અમદાવાદમાં જિક્સરનું લોન્ચિંગ કરતા સુઝુકી મોટરસાયકલ ઇન્ડિયાના વડા કોઇચિરો હીરાઓ અને સેલ્સના વાઈસ પ્રેસીડેન્ટ દેવાશીષ હાંડા તસવીરમાં નજરે પડે છે
  • ઇલેક્ટ્રિક વ્હિકલ ભારતીય બજારમાં ક્યારે આવશે તે હજુ નક્કી નથી
  • કંપનીએ ભારતમાં પ્રીમીયમ મોટરસાયકલ માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું
  • સુઝુકીએ જિક્સરના બે મોડેલ અમદાવાદમાં લોન્ચ કર્યા

અમદાવાદ: ભારત સહીત વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વ્હીકલને લઈને વિવિધ કામગીરી ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને સુઝુકી મોટરસાયકલ દ્વારા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વિકસાવવા માટેની કામગીરી કંપનીના જાપાનના રીસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર ખાતે હાથ ધરવામાં આવી છે. સુઝુકી મોટરસાયકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમીટેડે આજે અમદાવાદ ખાતે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર અમારી કામગીરી ચાલુ હોઈ ભારતીય બજારમાં તે ક્યારે લોન્ચ થશે તે હજુ નક્કી નથી. ઇન્ડિયામાં હાલ કંપનીનું ફોકસ પ્રીમીયમ મોટરસાયકલ માર્કેટ પર કેન્દ્રિત છે. કંપની અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે જે સમય મર્યાદા નક્કી કરી છે તે ઘણી ઓછી છે અને સરકારે આ અંગે ફેર વિચારણા કરાવી જોઈએ. 

EV માટેની સરકારે નક્કી કરેલી સમય મર્યાદા ઘણી ઓછી છે
ભારત સરકારના નીતિ આયોગે 2025 સુધીમાં 150ccથી ઓછા ટુ વ્હીલર્સનાં વેચાણ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત રજૂ કરી છે. આ અંગે કંપનીના સેલ્સ અને માર્કેટિંગના વાઈસ પ્રેસીડેન્ટ દેવાશીષ હાંડાએ જણાવ્યું કે, ભારતમાં હાલ 80%થી વધુ ટુ વ્હીલર્સ 150 સીસીથી ઓછાના છે જેમને રોડ પરથી દુર કરવા આસન નથી. આ ઉપરાંત ઉત્પાદકોને પણ ઇલેક્ટ્રિક વ્હિકલ બનાવવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા પડશે. આના માટે ઘણા સમય અને રોકાણની પણ જરૂર પડશે જેના માટે સરકારે જે સમય મર્યાદા નક્કી કરી છે તે પુરતી નથી. 

ભારતમાં પ્રીમીયમ મોટરસાયકલ સેગમેન્ટ ઝડપથી વિકસી રહ્યું છે
સુઝુકી મોટરસાયકલ ઇન્ડિયાના વડા કોઇચિરો હીરાઓએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં સૌથી મોટુ ટુ-વ્હીલરનું માર્કેટ છે અને ખાસ કરીને 200cc એન્જિન ડીસપ્લેસમેન્ટથી ઉપરની પ્રિમીયમ પ્રોડક્ટ્સની માગ વધી છે. સુઝુકીની અગ્રણી પ્રોડક્ટ્સમાંની એક છે અને તેના પોર્ટફોલિયોમાં કરાયેલ વધારો અમને સુઝુકીની અત્યંત લોકપ્રિય બ્રાન્ડની હાજરીને વિસ્તૃત બનાવવામાં મદદ કરશે. હાલ આ સેગમેન્ટમાં અમારો બજાર હિસ્સો અંદાજે 7% છે અને અમે તેને ચાલુ વર્ષના ડબલ ડીજીટમાં પહોચાડવા માંગીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...