• Home
  • Business
  • Sensex up 350 points, up Nifty 12200; HUL, Nestlé's shares rose

શેરબજાર / સેન્સેક્સ 349 અંક વધ્યો, નિફ્ટી 12201 પર બંધ; મારૂતિ, એરટેલના શેર વધ્યા

Sensex up 350 points, up Nifty 12200; HUL, Nestlé's shares rose

  • ટાટા સ્ટીલના શેરમાં 2 ટકા ઉછાળો, એસબીઆઈમાં 1.2 ટકા તેજી
  • મારૂતિના શેરમાં 0.7 ટકા તેજી, ઈન્ફોસિસમાં 0.6 ટકા વધારો 

Divyabhaskar.com

Feb 12, 2020, 05:01 PM IST

મુંબઈઃ શેરબજાર બુધવારે સતત બીજા દિવસે ફાયદામાં રહ્યું. સેન્સેક્સ 349 અંકના વધારા સાથે 41565 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 41,671 સુધી પહોંચ્યો હતો. નિફ્ટી 93 અંક વધી 12201 પર બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 12,231ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. એનાલિસ્ટોના જણાવ્યા મુજબ વિદેશી બજારોમાંથી મજબૂત સંકેત મળવાથી ભારતીય બજારમાં ખરીદી થઈ.

એચસીએલ ટેકના શેરમાં 1 ટકા તેજી

સેન્સેક્સના 30માંથી 27 અને નિફ્ટીના 50માંથી 45 શેરમાં વધારો નોંધાયો. ટાટા સ્ટીલના શેરમાં લગભગ 2 ટકા ઉછાળો આવ્યો. એસબીઆઈમાં 1.2 ટકા તેજી આવી. એનટીપીસી અને એચસીએલ ટેક 1-1 ટકા વધ્યા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનીલીવર, એક્સિસ બેન્ક, બજાજ ઓટો અને આઈટીસીમાં 0.8 ટકાથી 0.9 ટકા તેજી આવી.

ટેક મહિન્દ્રાના શેરમાં 0.4 ટકાનો વધારો

મારૂતિ અને ભારતી એરટેલના શેરમાં 0.7-0.7 ટકા વધારો નોંધાયો. બજાજ ફાઈનાન્સ 0.5 ટકા અને ટેક મહિન્દ્રા 0.4 ટકા ઉપર આવી ગયો. ટાઈટન અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર 0.3-0.3 ટકા વધ્યા. ઈન્ફોસિસના શેરમાં 0.6 ટકા તેજી આવી.

X
Sensex up 350 points, up Nifty 12200; HUL, Nestlé's shares rose

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી