શેરબજાર / સેન્સેક્સ 126 અંક ઘટ્યો, નિફ્ટી 12000ની નીચે બંધ; બજાજા ઓટો, TCSના શેર ઘટ્યા

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

  • ટાટા સ્ટીલના શેર 2 ટકા ઘટ્યા, વેદાંતામાં 1.5 ટકા નુકસાન
  • ટાટા મોટર્સના શેરમાં 1 ટકા તેજી, બજાજ ઓટોમાં 0.9 ટકા વધારો

Divyabhaskar.com

Dec 03, 2019, 03:48 PM IST

મુંબઈઃ ભારતીય શેરબજારો મંગળવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 126 અંક ઘટીને 40675 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 54 અંક ઘટીને 11994 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 30માંથી 15 અને નિફ્ટીના 50માંથી 32 શેરમાં ઘટાડો નોંધાયો છે. ટાટા સ્ટીલના શેર 2 ટકા ઘટ્યા. વેદાંતામાં 1.5 ટકા નુકસાન જોવા મળ્યું છે. પાવર ગ્રીડ, ઓએનજીસી, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ અને ઈન્ડસઈન્ડ બેન્ક 0.4 ટકાથી 0.9 ટકા સુધી નીચે આવ્યા છે.

બીજી તરફ ટાટા મોટર્સ અને યસ બેન્કના શેરમાં 1-1 ટકા ઉછાળો આવ્યો. બજાજ ઓટો 0.9 ટકા અને હીરો મોટોકોર્પ 0.7 ટકા ચઢ્યો. હિન્દુસ્તાન યુનિલીવર, મારૂતિ, ટેક મહિન્દ્રા અને એસબીઆઈમાં 0.4 ટકાથી 0.5 ટકા સુધી તેજી આવી.

X
પ્રતિકાત્મક તસ્વીરપ્રતિકાત્મક તસ્વીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી