શેરબજાર / સેન્સેક્સ 8 અંક વધ્યો, નિફ્ટી 12048 પર બંધ; ભારતી એરટેલ, રિલાયન્સમાં તેજી

પ્રતિકાત્મક તસ્વીરો
પ્રતિકાત્મક તસ્વીરો

  • ભારતી એરટેલના શેરમાં 9 ટકા વધારો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 4  ટકા તેજી
  • ઓએનજીસીનો શેર 2.5 ટકા ઘટ્યો, ટેક મહિન્દ્રામાં 2 ટકા ઘટાડો

Divyabhaskar.com

Dec 02, 2019, 03:53 PM IST

મુંબઈઃ સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારોની તેજી સાથે શરૂઆત થયા બાદ કારોબારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 8 અંક વધીને 40802 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 7 અંક ઘટીને 12048 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 30માંથી 9 અને નિફ્ટીના 50માંથી 14 શેરમાં વધારો નોંધાયો છે. ભારતી એરટેલના શેરમાં 9 ટકા ઉછાળો આવ્યો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 4 ટકા વધ્યો. ગ્રાસિમના શેરમાં 3 ટકા તેજી આવી. ઈન્ફોસિસ, એસબીઆઈ, એક્સિસ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક 0.3 ટકાથી 0.7 ટકા સુધી ચઢ્યા.

બીજી તરફ ઓએનજીસીના શેરમાં 2.5 ટકા ઘટાડો આવ્યો. ટેક મહિન્દ્રા અને બજાજ ફાઈનાન્સ 2-2 ટકા ઘટ્યા. યસ બેન્ક 1.8 ટકા નીચે આવ્યો. પાવર ગ્રીડ અને ટાટા સ્ટીલમાં 1-1 ટકા નુકસાન જોવા મળ્યું. આઈટીસી, મારૂતિ અને એચડીએફસી બેન્કમાં 0.4 ટકાથી 0.6 ટકા સુધી ઘટાડો નોંધાયો.

X
પ્રતિકાત્મક તસ્વીરોપ્રતિકાત્મક તસ્વીરો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી