તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sensex Rose 185 Points To Cross 42,000 For The First Time, The Nifty Also Reached A Record Level Of 12389.

સેન્સેક્સ 42000ના રેકોર્ડ સ્તર સુધી પહોંચીને ઘટ્યો, 60 અંકના વધારા સાથે 41932 પર બંધ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ ડીલ સાઈન થવાથી એશિયાઈ બજારોમાં ખરીદી
  • સનફાર્માના શેરમાં 1.5 ટકા વધારો, હિન્દુસ્તાન યુનીલીવરમાં 1 ટકા તેજી
  • હીરો મોટોકોર્પના શેરમાં 1 ટકા ઘટાડો, ઈન્ડસઈન્ડ બેન્કમાં 0.6 ટકા નુકસાન

મુંબઈઃ શેરબજાર ગુરુવારે ફાયદામાં રહ્યું હતું. સેન્સેક્સ 59.83 અંક વધી 41,932.56 પર બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં તે પ્રથમ વખત 42,000ના સ્તરે પહોંચ્યો હતો. તે દિવસના ઉચ્ચ સ્તર 42,059.45 પર રહ્યો. નિફ્ટીનું ક્લોઝિંગ 12.20 અંકના વધારા સાથે 12,355.50 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 12,389.05ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. કારોબાર દરમિયાન બંને ઈન્ડેક્સ વધારો ગુમાવીને ઘટાડામાં આવી ગયા હતા. જોકે નીચલા સ્તરે પણ ખરીદ શરૂ થઈ ગઈ. કારોબારીઓના જણાવ્યા મુજબ બીજા એશિયાઈ બજારોમાં વધારાથી ભારતીય બજારમાં સેન્ટીમેન્ટ મજબૂત થયા. અમેરિકા-ચીનની વચ્ચે બુધવારે પ્રથમ તબક્કાની ટ્રેડ ડિલ સાઈન થવાથી બંને દેશોની વચ્ચેનું ટ્રેડ વોર ખત્મ થવાની આશા છે. આ કારણે એશિયાઈ બજારોમાં ખરીદી રહી છે.

શેરબજારે આ સપ્તાહે 4માંથી 3 દિવસ રેકોર્ડ બનાવ્યો
સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે અને મંગળવારે સતત નવા સ્તરે પહોંચ્યા છે. ક્લોઝિંગ રેકોર્ડ સ્તરે થવા ઉપરાંત તેણે  ઈન્ટ્રા-ડેમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. બજાર માત્ર બુધવારે નુકસાનમાં રહ્યું.

તારીખસેન્સેક્સમાં વધારોક્લોઝિંગ(રેકોર્ડ)    ઈન્ટ્રા-ડે(રેકોર્ડ)
13 જાન્યુઆરી259.9741,859.6941,899.63
14 જાન્યુઆરી92.9441,952.6341,994.26
16 જાન્યુઆરી185-42,058.01
તારીખનિફ્ટીમાં વધારો   ક્લોઝિંગ(રેકોર્ડ)ઈન્ટ્રા-ડે(રેકોર્ડ)
13 જાન્યુઆરી72.7512,329.5512,337.75
14 જાન્યુઆરી32.7512,362.3012,374.25
16 જાન્યુઆરી46-12,389.05

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં લગભગ 1 ટકા વધારો
સેન્સેક્સના 30માંથી 21 અને નિફ્ટીના 50માંથી 31 શેરમાં વધારો નોંધાયો છે. એનએસઈ પર 11માંથી 10 સેકટર ઈન્ડેક્સમાં તેજી જોવા મળી. રિઅલટી ઈન્ડેક્સમાં સૌથી વધુ 0.75 ટકા તેજી આવી. સનફાર્માના શેરમાં લગભગ 1.5 ટકા ઉછાળો આવ્યો. હિન્દુસ્તાન યુનિલીવર અને નેસ્લેનો શેર 1-1 ટકા વધ્યો. કોટક બેન્કમાં પણ 1 ટકા તેજી આવી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 0.8 ટકા અને ભારતી એરટેલ 0.6 ટકા વધ્યો. જ્યારે હીરો મોટોકોર્પ અને એનટીપીસીના શેર 1-1 ટકા ઘટ્યા. ટાટા સ્ટીલમાં પણ આટલો જ ઘટાડો જોવ મળ્યો. ઈન્ડસઈન્ડ બેન્ક 0.6 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.5 ટકા ઘટયો.

ઈન્ટરગ્લોબ એવિએશનનો શેર 4 ટકા વધ્યો
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ કતર એરવેઝે ઈન્ટરગ્લોબ એવિએશનનો શેર ખરીદવાની વાત કહી છે. તેનાથી ઈન્ટરગ્લોબના શેરમાં ખરીદી વધી છે. જોકે શેર ઉપરના સ્તરે ટકી શકયો ન હતો. એવિએશન સેકટરની બીજી કંપનીઓના શેરમાં પણ વધારો જોવા મળ્યો છે. સ્પાઈસજેટ લગભગ 1.5 ટકા વધ્યો.

રૂપિયો 7 પૈસા મજબૂત
અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ ડીલની અસર કરન્સી બજારમાં પણ જોવા મળી રહી છે. ડોલરની સરખામણીએ રૂપિયો 7 પૈસા મજબૂત થઈને 70.75 પર આવી ગયો. બુધવારે પણ તે 5 પૈસા મજબૂત થઈને 70.82 પર બંધ થયો હતો. 

માર્કેટ નિષ્ણાતોના મતે સેન્સેક્સની છલાંગનું કારણ શું?
26 નવેમ્બર, 2019થી અત્યાર સુધી સેન્સેક્સમાં 2.4% વધારો થયો છે, જ્યારે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 4.8%ની તેજી નોંધાઈ હતી. આ દરમિયાન સ્મોલ કેપમાં સૌથી વધુ 8%ની તેજી રહી. આ પાછળ અમેરિકા-ચીનની ટ્રેડ ડીલ સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે સકારાત્મક સંકેત, સરકારના આર્થિક સુધારાના પ્રયાસ તેમજ પહેલી ફેબ્રુઆરીના બજેટમાં આશા જેવા કારણ જવાબદાર છે. ઈક્વિનોક્સના માર્કેટ એનાલિસ્ટ ગૌરવ ખન્નાએ કહ્યું કે, માર્કેટ એડવાન્સમાં રિએક્ટ કરે છે. સરકારે કરેલા સુધારાને પગલે માર્કેટમાં આશા બંધાઈ હોવાથી તેજીને બળ મળ્યું છે. કેઆર ચોક્સે ફર્મના એમડી દેવેન ચોક્સેએ કહ્યું કે, અત્યારે વૈશ્વિક માહોલ ગ્રોથને અનુરૂપ છે. ઈક્વિટી માર્કેટમાં દુનિયાભરના રોકાણકારોના પૈસા આવી રહ્યા છે. તેઓ માને છે કે, ભારત ગ્રોથ માટે મજબૂત વિકલ્પ છે.
આ વર્ષે સેન્સેક્સ 43થી 44 હજારની રેન્જમાં રહી શકે!
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, 2020માં સેન્સેક્સ 43થી 44 હજાર અને નિફ્ટી 14 હજારની રેન્જમાં રહી શકે છે. ICICI ડાયરેક્ટના અનુમાન પ્રમાણે, આ વર્ષે સેન્સેક્સ 43 હજાર સુધી જશે. કોટક સિક્યોરિટીના એનાલિસ્ટ શ્રીકાંત ચૌહાણના કહેવા પ્રમાણે, નિફ્ટી 14,400ને સ્પર્શી શકે, જ્યારે બીએનપી પારિબાસના મતે, સેન્સેક્સ 44,500 સુધી પહોંચી શકે છે. 
હાલ નાના રોકાણકારોએ ક્યાં રોકાણ કરવું જોઈએ? 
કેઆર ચોક્સે ફર્મના એમડી દેવેન ચોક્સેએ કહ્યું કે, નાના રોકાણકારોએ ફક્ત સારી ગુણવત્તાના સ્ટોક્સ જ લેવા જોઈએ. વેલ્યુ આધારિત સ્ટોક્સનું રિ-રેટિંગ થઈ રહ્યું છે, જે સારી વાત છે. ઈક્વિનોક્સના માર્કેટ એનાલિસ્ટ ગૌરવ ખન્નાએ પણ આવું જ સૂચન કરતા કહ્યું કે, બેંકિંગ, આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના સ્મોલ-મીડિયમ સ્ટોક્સમાં રોકાણ કરવું જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો