શેરબજાર / સેન્સેક્સ 297 અંક ઘટ્યો, નિફ્ટી 11240ની નીચે બંધ, ભારતી એરટેલના શેરમાં 5.05%નો વધારો

Sensex down 147 points, down Nifty 11270, Yes Bank, SBI shares fall

  • JIOના કોલિંગ ચાર્જની અસર પગલે બજારમાં મંદી છતા ટેલિકોમ શેર ઉછળ્યા
  • પ્રારંભિક કારોબારમાં એરટેલના શેરમાં લગભગ 6 ટકાની તેજી જોવા મળી હતી
  • શરૂઆતના કારોબારમાં વોડા-આઈડિયાના શેરમાં 14 ટકાની તેજી રહી

Divyabhaskar.com

Oct 10, 2019, 04:21 PM IST

મુંબઈઃ ગુરૂવારે સેન્સેક્સ 297 અંક ઘટીને 37,880 પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 78 અંકના ઘટાડા સાથે 11,234 પર બંધ થયો હતો. બુધવારે રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે કોઈ અન્ય કંપનીના નેટવર્ક પર કોલ કરવા પર 6 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ વસુલવાની જાહેરાત કર્યા બાદ આજે જિયોની પ્રતિસ્પર્ધી ટેલિકોમ કંપનીઓના શેરમાં જબરજસ્તી તેજી જોવા મળી રહી છે. ભારતી એરટેલનો શેર 5.05% વધી 377 રૂપિયા પર બંધ થયો હતો.

સેન્સેક્સ પર ભારતી એરટેલ, રિલાયન્સ, ઈન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતી એરટેલ 4.36 ટકા વધીને 374 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે રિલાયન્સ 2.39 ટકા વધીને 1,357 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.

આ સિવાય યસ બેન્ક, એસબીઆઈ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યસ બેન્ક 3.13 ટકા ઘટી 41 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. એસબીઆઈ 2.36 ટકા ઘટી 254 રૂપિયા પર કારોબારી કરી રહ્યો છે.

એરટેલમાં 6 ટકાની તેજી

શરૂઆતી કારોબારમાં એરટેલના શેર લગભગ 6 ટકાની તેજીની સાથે કારોબાર કરી રહ્યો હતો, જ્યારે વોડા-આઈડિયાના શેરમાં 14 ટકા તેજી આવી. ટેલિકોમના શેરમાં આ તેજી ત્યારે આવી જ્યારે બીએસઈ ઈન્ડેક્સ પર બજારના અન્ય શેર સુસ્ત કારોબાર કરી રહ્યાં હતા. ઈન્ડેક્સના ઘટાડાથી સેન્સેક્સ લગભગ 175 અંક ઘટીને 38 હજારના સ્તર પર આવ્યો હતો, જ્યારે નિફ્ટીએ 60 અંક ઘટ્યો હતો. કારોબારની શરૂઆતની મિનિટોમાં નિફ્ટી 11 હજાર 260ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો.

શું છે જિયોનો નિર્ણય

રિલાયન્સ જિયોએ કહ્યું કે હવેથી ગ્રાહકોએ જિયોથી બીજા નેટવર્કમાં કોલિંગ માટે IUC ટોપ-અપ રિચાર્જ કરાવવું પડશે. જોકે જિયોથી જિયો નેટવર્ક પર કોલિંગ ફ્રી રહેશે. જોકે બીજા નેટવર્ક પર કોલિંગ માટે યુઝર્સે 6 પૈસા પ્રતિ મિનિટના દરથી ચૂકવણી કરવી પડશે. અત્યાર સુધી માત્ર ડેટા માટે રિચાર્જ કરવું પડતું હતું અને કોલિંગ અને SMSની સેવા ફ્રી મળતી હતી.

X
Sensex down 147 points, down Nifty 11270, Yes Bank, SBI shares fall
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી